ઝવેરીએ લૂંટથી બચવા માટે શ્વાન રાખેલો, ચોરે બંદુકના બળે લૂંટ કરી પણ શ્વાન...

PC: facebook.com/LovelyFakeDog

સોશિયલ મીડિયા પર એક શ્વાનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે હસી હસીને થાકી જશો. થાઈલેન્ડની એક જ્વેલર શોપમાં રોબરી મોક ડ્રિલ રાખવામાં આવી હતી. જ્યાં એક શખ્સ ચોર બન્યો હતો. તે બંદૂક દેખાડતો આવ્યો અને સામાન લઈને જતો રહ્યો. તો ડોગ ગાર્ડ ત્યાં જ સૂતો રહ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, લકી એક હસ્કી શ્વાન છે, જે થાઈલેન્ડમાં એક જ્વેલરની દુકાનને ગાર્ડ કરે છે.

જ્વેલર માલિકે તેને લૂટથી બચાવવા માટે પાળ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ એક મોક ડ્રિલ અભ્યાસ અને સુરક્ષાની તૈયારીઓની કવાયત દરમિયાન એક સશસ્ત્ર ડાકુએ દુકાનમાં પ્રવેશ કર્યો અને કર્મચારી પર એક નકલી બંદૂક લગાવી દીધી અને તેના માલિકને ઘરેણાં અને રોકડા આપવાની માંગણી કરી છે. ધ મિરરના સમાચાર અનુસાર, આ મોકડ્રિલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તે સુરક્ષાની તપાસ કરી રહી હતી અને કર્મચારીઓને જણાવી રહી હતી કે એવામાં શું કરવું જોઈએ.

થાઈલેન્ડના ચિયાંગ માઈ શહેરમાં આભૂષણોની દુકાનનો માલિક, પોતાના શ્વાનને જાગવા અને નકલી ડાકુ સાથે લડવા માટે રાહ જોતો રહ્યો, પરંતુ લકી સૂતો જ રહ્યો. હાસ્યાસ્પદ આ CCTV ફૂટેજમાં શ્વાન આ લૂટથી પૂરી રીતે અજાણ હતો. તેને ખબર જ નહોતી કે હથિયારધારી ડાકુ દુકાનમાં ભરાઈ ગયો છે. લુટ બાદ પણ તે સૂતો રહ્યો. આ ફૂટેજ લકીને સમર્પિત એક ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી. હાસ્યાસ્પદ આ ઘટનાની ફૂટેજ ફેસબુક પર 1.4 મિલિયનથી વધારે વાર જોવામાં આવી ચૂકી છે. તો 29 હજાર લાઇક્સ મળી ચૂકી છે. 3.2 હજાર કોમેન્ટ આવી ચૂકી છે.

યુઝર્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકોએ મજેદાર કોમેન્ટ્સ કર્યા છે. મોકડ્રિલ અભ્યાસની શાનદાર નિષ્ફળતા બાબતે લકીના માલિક, વર્વુત લોમવાનૉવૉંગે બોર્ડ પાંડા સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે આ વીડિયોમાં જે હથિયારધારી ચોર પોલીસકર્મી હતો, તેને મારો શ્વાન લકી જાણતો હતો. કદાચ એટલે કશું જ ન કર્યું. લોમવાનોવૉંગે કહ્યું કે તેણે લકીને 7 વર્ષ પહેલા રોડ પરથી લાવીને પાળ્યો હતો. જેને તેણે સ્માર્ટ અને સક્રિય શ્વાન બતાવ્યો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp