બાળકો કરતા પેરેન્ટ્સ વધુ બની રહ્યા છે મોબાઈલની લતનો શિકાર

PC: elitereaders.com

આજના આ ડિજિટલ યુગમાં બાળકો જ નહીં, મોટેરાઓ પણ મોબાઈલના વ્યસની બની રહ્યા છે. એવામાં માતા-પિતાના પણ મોબાઈલમાં વ્યસ્ત રહેવાની વાત સામે આવી છે. એક સર્વે અનુસાર, 70 ટકા માતા-પિતા આ વાતનો સ્વીકાર કરે છે કે, તેઓ જરૂરિયાત કરતા વધુ સમય ઓનલાઈન રહે છે. તેની નકારાત્મક અસર પરિવાર પર પડે છે.

મોટાભાગે લોકો ફરિયાદ કરે છે કે, તેમના બાળકો હદ કરતા વધુ મોબાઈલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ એ તરફ ઓછું ધ્યાન આપે છે કે, ક્યાંક તેમની પાસેથી જ તો બાળકોમાં આ આદત વિકસી નથી રહી ને. હાલમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, માતા-પિતા પોતે જ જરૂરિયાત કરતા વધુ સમય ટેકનોલોજી પાછળ વેડફી રહ્યા છે. સંશોધનમાં 72 ટકા માતા-પિતાએ માન્યું છે કે, ઈન્ટરનેટ અને મોબાઈલના વધુ પડતા ઉપયોગની અસર પરિવાર પર પડે છે અને તેમનું સામાન્ય પારિવારિક જીવન પણ તેને કારણે જ બગડી રહ્યું છે.

સર્વે અનુસાર, 70 ટકા માતા-પિતા એ વાત સાથે સહમત છે કે ઈન્ટરનેટ પર સમય પસાર કરવો તેમના માટે વ્યસન બની ગયું છે. જોકે, 51 ટકા લોકો ઈન્ટરનેટ અને મોબાઈલને પોતે જ પોતાના બાળકોની વાતચીતને પ્રભાવિત કરવાની અનુમતિ આપી દે છે. માતા-પિતા પોતાના બાળકોની ઓનલાઈન ગતિવિધોની સાથોસાથ પોતે પણ મોબાઈલ ફોનના પ્રયોગની પોતાની આદતોને અટકાવવાનો પ્રયત્ન નથી કરતા.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, માતા-પિતા પોતાના બાળકો પર ઈન્ટરનેટની આદતને લઈને વધુ પડતો વિશ્વાસ કરે છે. 40 ટકા પેરેન્ટ્સને લાગે છે કે, તેમને પોતાના બાળકોની ઓનલાઈન ગતિવિધીઓને નિયંત્રિત કરવાની જરૂર નથી. જોકે, તે ખતરનાક સાબિત થઈ શકે છે.

સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઈન્ટરનેટ અને ડિજિટલ દુનિયા પર બાળકોને આકર્ષતી સામગ્રી મળે છે. જેને કારણે તેમનું ધ્યાન લાંબા સમય સુધી તેમાં જ રહે છે. એવામાં માતા-પિતાએ એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી બાળકોનું ધ્યાન ઈન્ટરનેટ તરફ ઓછું જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp