ગુગલ બંધ કરી રહ્યું છે પોતાની આ ફ્રી સર્વિસ, હવે યુઝર્સે આપવો પડશે 2 ડોલર ચાર્જ

PC: investopedia.com

આઈટી અને સર્ચ એન્જીન કંપની ગુગલ સમયાંતરે પોતાની સર્વિસને એક નવા આયામ સુધી અપગ્રેડ કરે છે. પણ આ વખતે કંપની પોતાની એક સર્વિસમાં ચાર્જિસ લાગુ કરવાના મુડમાં છે. એટલે ફ્રી સર્વિસ બંધ કરવા માટે નિર્ણય કર્યો છે. ગુગલ તા.1 જુનથી પોતાની ફ્રી સર્વિસ બંધ કરવા માટે જઈ રહી છે. ગુગલ કંપની તરફથી Google Photo ફ્રી ક્લાઉડ સ્ટોરેજ સુવિધા તા.1 જુન 2021થી બંધ થવાની છે.

Google Photo ક્લાઉડ સ્ટોરેજ માટે હવે યુઝર્સે ચાર્જ ચુકવવો પડશે. અત્યાર સુધી આ સર્વિસ ફ્રીમાં આપવામાં આવતી હતી. હવે કોઈ યુઝર્સે આનો ઉપયોગ કરવો હશે તો ચાર્જ ચૂકવવો પડશે. જો ગુગલ ડ્રાઈવ અથવા કોઈ અન્ય જગ્યાએ ફોટા તેમજ ડેટા સ્ટોર કરો છો તો એના માટે ચાર્જ ચૂકવવો પડશે. કંપની તરફથી આ વિષયને લઈને અગાઉ પણ મોટું એલાન કરવામાં આવ્યું હતું. એટલે કે ફ્રી સ્પેસ અને સ્ટોરેજ માટેની ગુગલ પોતાની સર્વિસ બંધ કરે છે. આ સર્વિસ માટે હવે ચાર્જ ચૂકવવો પડશે. હાલના સમયમાં ગુગલ તરફથી યુઝર્સને ફ્રી સ્પેસ સર્વિસ આપવામાં આવી રહી છે. જેમાં યુઝર્સ પોતાના ફોટા તેમજ ડૉક્યુમેન્ટ ઓનલાઈન સ્ટોર કરી શકે છે. ગમે ત્યાંથી એનો ઉપયોગ કરી શકે છે.

ગુગલ તરફથી યુઝર્સને તા.1 જુન 2021થી માત્ર 15 GB ફ્રી ક્લાઉડ સ્પેસ સ્ટોરેજ સુવિધા આપવામાં આવશે. આ સ્પેસથી વધારે જો યુઝર્સ ઓનલાઈન કોઈ વસ્તુ સ્ટોર કરવા માગે છે તો એને ચાર્જ ચૂકવવો પડશે. જો યુઝર્સને 15GBથી પણ વધારે સ્ટોરેજ સ્પેસ જોઈએ છે તો દર મહિને 1.99 ડૉલર એટલે કે, રૂ.146 ચૂકવવાના રહેશે. કંપનીએ આને Google One નામ આપ્યું છે. જેનું વાર્ષિક સબસ્ક્રિપ્શન 19.99 ડૉલર આશરે રૂ. 1464 છે.

યુઝર્સને નવા ફોટા અને વીડિયો સ્ટોરેજ માટે હવે ચાર્જ આપવો પડશે. પણ જે જૂના ફોટો સેવ કરેલા છે એ યથાવત રહેશે. સુરક્ષિત રહેશે. Google Pixel 2 સ્માર્ટફોન ગ્રાહક હાઈક્વોલિટી ફોટો બેકઅપનો સીધો જ ઉપયોગ કરી શકશે. Google Pixel 2,3,4,5 સ્માર્ટફોન યુઝર્સને પણ ફ્રી ફોટો તેમજ વીડિયો સ્ટોરેજની સુવિધા મળી રહેશે. જોકે, આ પહેલા ગુગલે હેન્ગાઉટ એપ્લિકેશન પર બ્રેક મારી દીધી હતી. હવે ગુગલ સ્પેસને લઈને ચાર્જિસ લેવાના મુડમાં છે. જોકે, ક્લાઉડ સ્ટોરેજને લઈને ગુગલે આ પહેલા પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp