Facebookએ લોન્ચ કરી Tik Tok જેવી એપ, રેપ બનાવીને કરી શકશો શેર

PC: react.etvbharat.com

ચીની શોર્ટ-વીડિયો મેકિંગ પ્લેટફોર્મ Tik Tokને ટક્કર આપવા માટે Facebookએ આ વખતે એક નવું એપ લોન્ચ કરી દીધું છે, જેની મદદથી રેપ સોંગ ક્રિએટ કરીને તેને શેર પણ કરી શકાશે. BARSના નામથી આ એપ અમેરિકામાં Apple App Store પર ઉપલબ્ધ છે. તેનાથી યુઝર્સ રેપને સરળતાથી બનાવીને શેર કરી શકશે. BARSની મદદથી તમામ ઉપકરણો અને પ્રોડક્શન પર વધારે કામ કર્યા વગર જ રેપર્સ પોતાના કન્ટેન્ટ પર ફોકસ કરીને તેની સાથે એક્સપરીમેન્ટ કરી શકશે.

Facebookએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ઓડિયો પ્રોડક્શન ટુલ્સ ઘણા જટિલ અને મોંઘા હોય છે અને તેનો ઉપયોગ કરવાનું પણ સરળ હોતું નથી. Facebookએની સાથે તમે પ્રોફેશનલ રીતે તૈયાર અમારી કોઈ પણ બીટ અથવા ધૂનની પસંદગી કરી શકો છો. લિરિક્સ લખી શકશો અને જાતે જ તેને રેકોર્ડ પણ કરી શકશો. કંપનીએ વધુમાં કહ્યું છે કે કોઈ ગીતના બોલને લખવા દરમિયાન તેની ટ્યૂન એકસરખી રહે તે માટે Facebookએ દ્વારા તમને સ્વતઃ રાઈમ્સ આપવામાં આવશે.

યુઝર્સ ઈચ્છે તો ચેલેન્જ મોડમાં જઈને શબ્દોની પંક્તિઓમાં પણ જાતે કોઈ શબ્દનું સજેશન આપી શકે છે. Facebookએમાં ઘણા પ્રકારના ઓડિયો હશે, જેમાંથી કોઈ એકને પસંદ કરી શકાશે. તેમાં પોતાની રચનાને અલગ લેવલ પર લઈ જવા માટે વિઝ્યુઅલ ફિલ્ટર્સનો પણ સહારો લઈ શકો છો. ફેસબુકના આંતરીક R&D ગ્રુપમાં ન્યૂ પ્રોડક્ટ એક્સપરિમેન્ટેશન(NPE) ટીમનો હાથ આ નવા એક્સપરિમેન્ટલ એપની પાછળ છે.

સંગીતના ક્ષેત્રમાં Facebookએ NPE ટીમનું બીજું લોન્ચ છે. આ પહેલા તેમના દ્વારા ગયા વર્ષે મ્યુઝિક વીડિયો એપ કોલૈબને લોન્ચ કરવામાં આવી ચૂક્યું છે. એપ પર યુઝર્સ 60 સેકન્ડ મતલબ કે 1 મિનિટ સુધીના સમયમાં વીડિયોઝ બનાવી શકશે અને તેને પોતાના કેમેરાની ગેલેરીમાં પણ સેવ કરી શકશે. એપની મદદથી યુઝર્સને પોતાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનો પણ ઓપ્શન મળશે. એપનો મુખ્ય હેતુ રેપર્સને એક એવું પ્લેટફોર્મ આપવાનો છે, જ્યાં તે પોતાના પ્રયોગો ચાલુ રાખી શકે અને તેમના કામને આગળ વધારી શકે, જેઓ તે મહામારી દરમિયાન કરી શક્યા ન હતા.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp