તરુણીને થયો માસીના દીકરા સાથે પ્રેમ, માતા-પિતા લગ્ન માટે ન માન્યા તો ઘર છોડ્યું

PC: twitter.com/ats_movie

રાજ્યમાં સમાજ અને પરિવારના સભ્યો લગ્ન માટે નહીં માને તેવો વિચાર કરીને યુવતીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોવાના અથવા તો આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે પ્રેમ પ્રસંગનો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. આ કિસ્સામાં એક તરુણીએ પરિવારના સભ્યો પ્રેમી સાથે લગ્ન માટે નહીં માનતા ચિઠ્ઠી લખીને ઘર છોડ્યું હતું. ચિઠ્ઠીમાં તરુણીએ લખ્યું હતું કે, મારે કિશન સાથે પ્રેમ છે પણ પરિવાર લગ્ન કરવા નહીં દે એ માટે હું ઘરેથી દૂર જાઉં છું. આ ઘટનાને પગલે તરુણીના પિતાએ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ અનુસાર રાજકોટના દૂધસાગર રોડ પર આવેલી એક સોસાયટીમાં ટીના(નામ બદલ્યું છે) નામની તરુણી પરિવારની સાથે રહે છે. ટીના એકાએક તેનું ઘર છોડીની એક ચિઠ્ઠી લખીને ચાલી ગઈ હતી. આ ચિઠ્ઠીમાં ટીનાએ લખ્યું હતું કે, મારે કિશનની સાથે પ્રેમ સંબંધ છે પણ પરિવારના લોકો લગ્ન કરવા દેશે નહીં એ માટે હું ઘરથી દૂર જઈ રહી છું. આ સમગ્ર મામલે ટીનાના પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટીનાના પિતાની ફરિયાદ લઇને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ બાબતે ટીનાના પિતાનું કહેવું છે કે, મારે ત્રણ દીકરી અને એક દિકરો છે. મોટી દીકરીની ઉંમર 15 વર્ષ છે. મોટી દીકરી પરીક્ષામાં નાપાસ થઇ હતી. તેથી તે કેટરિંગમાં કામ કરવા જતી હતી. હું દીકરી અને પત્નીને લઇને 24 ફેબ્રુઆરીના રોજ ચોટીલામાં રહેતા સંબંધીના ઘરે રામામંડળ જોવા માટે ગયો હતો. જ્યારે 25 ફેબ્રુઆરીના રોજ સવારે અમે ઘરે આવ્યા ત્યારે મોટી દીકરી ટીના અમને ઘરે મળી નહોતો. આસપાસના લોકોની અમે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, ટીના કેટરિંગમાં કામ કરવાનું કહીને ઘરેથી નીકળી છે. તેથી દીકરીને શોધવા માટે કેટરિંગમાં કામ કરતા લોકોની પણ પૂછપરછ કરી હતી. પણ અમને ટીના કઈ મળી નહોતી.

પછી અમને શંકા જતા ટીનાની શાળાની બેગની તપાસ કરી ત્યારે તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતીં. પછી અમને જાણવા મળ્યું હતું કે, દીકરી ઘર છોડીને ચાલી ગઈ છે. ટીના તેની સાથે આધારકાર્ડ, શાળાનું સર્ટીફીકેટ અને 3,000 રૂપિયા લઇ ગઈ છે. ટીના જેને પ્રેમ કરે છે તે સગા માસીનો દિકરો કિશન છે. અમને આ બાબતે અમને છ મહિના પહેલા ખબર પડતા અમે ટીનાને સમજાવી હતી કે, સંબંધી હોવાના કારણે આ શક્ય નથી, આ સમજાવટ પછી ટીનાએ કિશન સાથે સંબંધ તોડ્યો હતો અને પછી એકએક તે ઘર છોડીને ચાલી ગઈ. અમે જ્યારે કિશનના ઘરે તપાસ કરી ત્યારે કિશન તેના ઘરેથી જ મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp