સૌરાષ્ટ્રની આ તાલુકા પંચાયતમાં સૌ પ્રથમ વખત AAPના જીતેલા ઉમેદવાર પ્રમુખ બનશે

PC: facebook.com/AAPGujarat

ગુજરાતમાં માત્ર મહાનગરપાલિકા જ નહીં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને કોંગ્રેસના સુપડા સાફ થયા છે. ત્યારે આમ આદમ પાર્ટી માટે એક ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની એક તાલુકા પંચાયતમાં AAPના પ્રમુખ બનશે તેવું દેખાઈ રહ્યું છે.

રિપોર્ટ અનુસાર ભાવનગરની જેસર તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી માત્ર 3 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. આ તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની હોવા છતાં પણ આમ આદમીનો જીતેલો ઉમેદવાર પ્રમુખ બનશે. તાલુકા પંચાયતનું પદ પ્રમુખપદ શીડ્યુલ્ડ કાસ્ટના સભ્ય માટે અનામત છે. તેથી જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના જીતેલા શીડ્યુલ્ડ કાસ્ટના ઉમેદવારને પ્રમુખ પદ મળશે. જેસર તાલુકા પંચાયતની એક બેઠક પરથી શીડ્યુલ્ડ કાસ્ટના અતુલ નૈયારણને ટિકિટ આપવામાં આવી હતી અને લોકોએ ખોબલેને ખોબલે મત આપીને અતુલ નૈયારણને જીત અપાવી હતી. જેસર તાલુકામાં ભાજપના 12 સભ્યો ચૂંટાયા હોવા છતાં આમ આદમી પાર્ટીનો જીતેલો ઉમેદવાર પ્રમુખ બનશે. એટલે ગુજરાતમાં કોઈ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર પ્રમુખ બને તે પહેલી ઘટના હશે.

તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઈમાનદાર આમ આદમી પાર્ટીના ઝાડુંને ખૂબ સારામાં સારો આવકાર મળ્યો છે. એટલે હું ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના જે લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે અને એક વિકલ્પ તરીકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે સૌનો આભાર માનું છું. ગુજરાતના લોકોએ એક સંકેત આપ્યો છે કે, હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધવા પૂરી મહેનત કરે જનતા તમારી સાથે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતમાં 31 ઉમેદવારો, જિલ્લા પંચાયતમાં 2 ઉમેદવાર અને નગરપાલિકામાં 9 ઉમેદવારોનો વિજય થયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને નબળો પ્રતિસાદ ક્યાય મળ્યો નથી. તમામ જગ્યા પર ભાજપ અને કોંગ્રેસ કરતા એક હજાર ગણો સારો પ્રતિસાદ આમ આદમી પાર્ટીને મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp