તો મને DSPનો કોલર પકડતા પણ વાર નહીં લાગશે: આવું કેમ કહ્યું ગેનીબેન ઠાકોરે

PC: facebook.com/GenibenThakorMLA/photos

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં 7મેના દિવસે થવાની છે અને બધી પાર્ટીઓ રાજકીય પ્રચારમાં લાગી ગઇ છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારેલા છે અને ગેનીબેન પણ પ્રચારમાં લાગેલા છે. તેમણે એક પ્રચાર સભામાં કહ્યું કે, જો કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવામાં આવશે તો મને DSPનો કોલર પકડતા જરાય વાર લાગશે નહીં. ગેનીબેન ઠાકોર બિન્દાસ્ત નિવેદન આપવા માટે બનાસકાંઠામાં જાણીતા છે. તેમણે અનેક વખત પોલીસ સાથે બાથ ભીડી છે. ગેનીબેનના આ નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

https://khabarchhe.com/uploads/mc_path/171241149062.jpg

બનાસકાંઠામાં આ વખતે બે મહિલાઓ સામ સામે છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. ગેનીબેન ઠાકોર હમેંશા તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. પોતાના બેબાક અંદાજ માટે ગેનીબેન આખા બનાસકાંઠામાં જાણીતા છે.

https://khabarchhe.com/uploads/mc_path/171241150764.jpg

ગેનીબેન ઠાકોરે એક સભામાં પોલીસને ચિમકી આપીને કહ્યું હતું કે, પોલીસ ધ્યાન રાખે, કોંગ્રેસના કાર્યકરોને જો હેરાન કરવામાં આવશે તો મને DSPનો કોલર પકડતા વાર નહીં લાગશે. આવું અમે ભૂતકાળમાં પણ કર્યું છે અને આવનારા સમયમાં પણ કરીશું. આ પહેલાં પણ અનેક વખત જનતા રેડ કે કોંગ્રેસના કાર્યકરો પર પોલીસના દરોડા વખતે પોલીસ સામે ગેનીબેન શિંગડા ભેરવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp