BJPના ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇનો મહત્ત્વનો નિર્ણય, બીજા પણ અનુકરણ કરે

PC: twitter.com

ગુજરાતના બનસાકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરાના ભાજપના એક ધારાસભ્યએ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી છે, આવા નિર્ણયનો બીજા રાજકરણીઓ પણ અનૂકરણ કરે તો બીજો લોકોને ચાન્સ મળે. ધાનેરાના ધારાસભ્યએ એક જાહેર સભામાં કહ્યું કે, હું 20 વર્ષથી સહકારી ક્ષેત્રમાં છું અને હવે ધારાસભ્ય છું. આજે હું જાહેરાત કરુ છું કે આજ પછી સહકારી ક્ષેત્રમાં કોઇ પણ ચૂંટણી નહીં લડું, જેથી અન્ય સમાજના લોકોને તક મળી શકે છે. બધા રાજકારણીઓ આવું વિચારતા થાય તો બીજા સમાજના લોકોને પણ આગળ આવવનો ચાન્સ મળી શકે.

લોકસભા 2024ની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે અને ગુજરાતમાં 7 મે 2024ના દિવસે ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે ત્યારે ગુજરાતમાં બધી રાજકીય પાર્ટીઓ સામાજિક સંમેલનો કરી રહી છે. રવિવારે બનાસકાંઠાના ડીસામાં આવેલા શમસેરપુરામાં રબારી સમાજનું મહા સંમેલન યોજાયું હતું. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કરેલા છે. આ મહા સંમેલનમાં ડો. રેખાબેન ચૌધરી માટે પ્રચાર કરવા માટે ભાજપના અનેક નેતાઓ પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇ સહીત અનેક નેતાઓ હાજર હતા.

ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ આ મહા સંમેલનમાં પહેલાં તો ડો. રેખાબેન ચૌધરીને જીતાડવાની રબારી સમાજને અપીલ કરી હતી અને પછી કહ્યુ હતું કે, હું 20 વર્ષથી સહકારી ક્ષત્રે સાથે જોડાયેલો છું અને હવે ધારાસભ્ય પણ છું. હવે મેં નક્કી કર્યું છે કે સહકારી ક્ષેત્રમાં કોઇ પણ ચૂંટણી નહીં લડીશ. અન્ય સમાજના લોકોને પણ ચાન્સ મળે એવું મારું માનવું છે. હું સમાજનું કામ કરતો રહીશ એમ દેસાઇએ ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp