નરેન્દ્ર મોદીના વડનગરમાં AAPના પરિણામથી બધા ચોંકી ગયા

PC: PIB

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે. કોંગ્રેસને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસને પોતાની પરંપરાગત બેઠક મેળવવામાં પણ ફાફા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ભાજપથી તો કોંગ્રેસને ફટકા પડી રહ્યા હતા પણ હવે આમ આદમી પાર્ટી અને AIMIM તરફથી કોંગ્રેસના ફટકા પડી રહ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે. સુરત મહાનગરપાલીકામાં આપે વિપક્ષનું સ્થાન મેળવ્યું છે. અમરેલીમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. ત્યારે હવે PM નરેન્દ્ર મોદીના વડનગરમાં પણ AAPની એન્ટ્રી થઇ ચૂકી છે.  મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા પંચાયતની બોલીપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર નાગર મોમીનની જીત થઇ છે. આ ઉપરાંત કચ્છની ગાંધીધામ તાલુકા પંચાયતની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે સાથે જ જૂનાગઢની જામકા બેઠક પર આપના ઉમેદવાર કૈલાશ સાવલિયાનો વિજય થયો છે. આ ઉપરાંત જેસર તાલુકા પંચાયતમાં બે બેઠક મળી છે.

5.15 કલાક સુધીનું અપડેટ...

05:15 PM - પાલનપુર નગરપાલિકામાં ભાજપને 32 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતિ

05:14 PM - દધાલિયા તાલુકા બેઠક પર ફરીથી ચૂંટણી યોજવા માગણી

04:30 PM - મહેસાણા નગરપાલિકાના વોર્ડ 7મા ભાજપની પેનલનો વિજય

04:04 PM - ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભીની હાર

03:59 PM - એકપણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ન મળી જીત

03:47 PM - પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

03:26 PM - માળિયા મિયાણા પાલિકામાં કોંગ્રેસે તમામ બેઠક પર જીત મેળવી

03:22 PM - કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષપદેથી અમિત ચાવડા આપી શકે છે રાજીનામું

03:04 PM - 3 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ તાલુકા પંચાયતમાં ભાજપ 2134 અને કોંગ્રેસ 822 બેઠક પર આગળ

03:04 PM - 3 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ જિલ્લા પંચાયતમાં ભાજપ 495 બેઠક અને કોંગ્રેસ 100 બેઠક પર આગળ

03:04 PM - 3 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ નગરપાલિકામાં ભાજપ 1424 અને કોંગ્રેસ 264 બેઠક પર આગળ

02:39 PM - ખેડા, વસો, નડિયાદ, મહુધા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

02:24 PM - પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

02:18 PM - વિરમગામ નગરપાલિકામાં ભાજપની જીત

02:09 PM - ગુજરાત ભાજપનો ગઢ છેઃ CM વિજય રૂપાણી

02:09 PM - ભૂતકાળમાં કોઈ પાર્ટીને આટલી બેઠકો નથી મળીઃ CM વિજય રૂપાણી

02:00 PM - સી.આર.પાટીલે પરિણામો અંગે કહ્યુ કે, સરકારે કરેલા કામોનું પરિણામ દેખાય છે

01:55 PM - વિસાવદર તાલુકા પંચાયતમાં ભાજપની જીત

01:43 PM - આધોઈમાં ભાજપના નીતાબેન ગઢવીની જીત

01:30 PM - બપોરે 1.30 કલાક સુધીમાં 1604 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ 574 પર આગળ

01:30 PM - બપોરે 1.30 કલાક સુધીમાં નગરપાલિકા ચૂંટણીમાં 67 બેઠક પર ભાજપ આગળ અને 7 બેઠક પર કોંગ્રેસ આગળ

01:29 PM - જિલ્લા પંચાયતની તમામ 31 બેઠક પર ભાજપ આગળ

01:29 PM - CM વિજય રૂપાણી કમલમ પહોંચ્યા

01:28 PM - રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપની જીત

12:58 PM - ગાંધીધામ તાલુકા પંચાયતની ખારીરોહર 1 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત

12:56 PM - ગીર જિલ્લા પંચાયતની ડારી બેઠક પર કોંગ્રેસનો વિજય

12:43 PM - ગોંડલ નગરપાલિકામાં 44માંથી 44 બેઠક પર ભાજપનો વિજય

12:40 PM - પાટણની સાંતલપુર તાલુકા પંચાયતની બાબરા બેઠક પર ભાજપની જીત

12:32 PM - પલાણા બેઠક પર ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય

12:32 PM - મહેસાણામાં મતગણતરી કેન્દ્ર બહાર મારામારી

12:32 PM - કામરેજની આંબોલી તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીની જીત

12:30 PM - અમદાવાદ જિલ્લા પંચાયતની ચેખલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત

11:43 AM - અણઘડ, દશરથ, પોર, ભાદરવા, ચોકાળી, ચોરંડા અને ધનરેજમાં BJPની જીત

11:42 AM - પેટલાદ નગરપાલિકાના વોર્ડ 1મા AAPના એર ઉમેદવારની જીત

11:42 AM - અમદાવાદ જિલ્લા પંચાયતની ચેખલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત

11:34 AM - જૂનાગઢ જિલ્લા પંચાયત મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત

11:26 AM - જૂનાગઢ તાલુકા પંચાયત જામકા બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય

11:19 AM - ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે જીતની ઉજવણી કરાશે, કાર્યકર્તાઓને બોલાવાયા

11:17 AM - જામનગર જિલ્લાની બેરજા તાલુકા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીની જીત

11:17 AM - અમરેલી જિલ્લાની ભાડેર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત

11:15 AM - જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર AAPનો કબજો

11:07 AM - બેડલા જિલ્લા પંચાયત પર ભાજપના ઉમેદવાર સવિતાબેન ગોહેલ 8 મતે જીત્યા

11:00 AM - શહેરા તાલુકા‌ પંચાયત ભુરખલ બેઠકના ભાજપના રામસિંહ પરમારની જીત

10:54 AM - નવસારી વિજલપોર નગરપાલિકાની 12 બેઠકો પર ભાજપનો વિજય

10:53 AM - 10.45 કલાક સુધીમાં ડાંગ જિલ્લાની 18 સીટમાંથી 4 પર ભાજપ આગળ

10:50 AM - ભાજપ નગરપાલિકાની 178, તાલુકા પંચાયતની 276 અને જિલ્લા પંચાયતની 50 બેઠક પર આગળ

10:50 AM - વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસની જીત

10:49 AM - નવસારી અને ગણદેવી પાલિકા માં 2 વોર્ડ માં ભાજપની જીત

10:49 AM - કાલોલ તાલુકા પંચાયતની 2 બેઠક પર ભાજપનો વિજય

10:48 AM - બારડોલી નગર પાલિકાના 9 વોર્ડની મતગણતરીમા ભાજપે પોતાનું ખાતું ખોલાવ્યું

10:45 AM - ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2મા ભાજપની પેનલની જીત

10:37 AM - સંખેડા તાલુકા પંચાયતની માંજરોલ બેઠક પર ભાજપની જીત

10:24 AM - રાધનપુર તાલુકા પંચાયતની અરજણસર -2 બેઠક પર ભાજપના રખુબેન ચૌધરી 367 વોટથી થયા વિજેતા

10:24 AM - જામનગર કાલાવાડ તાલુકા પંચાયતની બેરાજા બેઠક પર AAPનો વિજય

10:23 AM - ભરૂચની વાગરા તાલુકા પંચાયત જાગેશ્વર બેઠક ભાજપે જીતી

10:23 AM - ભાવનગરની જેસર તાલુકા પંચાયતમાં આપની જીત

10:21 AM - આમ આદમી પાર્ટીના ઉમેદવારની ધારી તાલુકાની ભાડેર તાલુકા પંચાયતમાં જીત

10:16 AM - સાબરકાંઠા ચિઠોડામાં કોંગ્રેસના ઇલા બલાતની જીત

10:16 AM - પાટણની લોદ્રા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

10:16 AM - સાણંદ તાલુકા પંચાયતની શેલા બેઠક પર ભાજપનો વિજય

10:11 AM - વિજયનગર તાલુકા પંચાયતની ચિઠો઼ડા, ઇંટવાડી, ચિતરિયામાં ભાજપની જીત

10:11 AM - દાહોદની ઝાલોદ નગરપાલિકામાં અપક્ષના ઉમેદવારની જીત

10:07 AM - રાજકોટ લોધિકાની ચિભડા બેઠક પર ભાજપના લક્ષ્મી વસોયાની જીત

10:05 AM - અરવલ્લીમાં ચોઇલા બેઠક પર ભાજપની જીત

10:02 AM - જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર આપની જીત

09:53 AM - વલસાડની ઉમરગામ નગરપાલિકામાં 9 બેઠક પર ભાજપનો વિજય

09:51 AM - ઊંઝા તાલુકા પંચાયતની એઠૌર બેઠક પર ભાજપની જીત

09:43 AM - ભરૂચની આમોદનગર પાલિકામાં વોર્ડ નંબર 1મા ભાજપની આખી પેનલનો વિજય

09:35 AM - જૂનાગઢ તાલુકા પંચાયતની બગડુ બેઠક પર ભાજપની જીત

09:33 AM - બારડોલી નગરપાલિકામાં ભાજપની જીત

09:31 AM - અંકલેશ્વર તાલુકા પંચાયતની અંદાડા-1 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

09:29 AM - મહિસાગરના ખાનપુર તાલુકા પંચાયતની બાકોર બેઠક પર ભાજપનો વિજય

09:22 AM - ડાંગના આહવા તાલુકા પંચાયતમાં ભાજપની 280 વોટથી જીત

09:18 AM - બોટાદ નગરપાલિકામાં ભાજપની પેનલનો થયો વિજય

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp