115 કરોડથી 2.27 લાખ કરોડ, ગુજરાતના બજેટનું વધતું કદ, રોચક બાબતો જાણો...

PC: newindianexpress.com

 

ગુજરાત સરકારના બજેટનું કદ સતત વધતું ગયું છે. વસતી વધતીને ધ્યાને રાખીને એક પછી એક સરકારોએ બજેટના કદમાં વધારો કર્યો છે. રાજ્યના પહેલા બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતું અને આજે આ કદ વધીને 2.27 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.

ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં 76 બજેટ પસાર થઇ ચૂક્યાં છે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો શ્રેય પૂર્વ નાણાંમંત્રી વજુભાઇ વાળાને જાય છે. હાલના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ નવમું બજેટ રજૂ કરી રહ્યાં છે. ગુજરાત રાજ્યનું 77મું બજેટ નીતિન પટેલે રજૂ કર્યું છે.

ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની બજેટની મોબાઇલ એપમાં આપવામાં આવેલી માહિતી મુજબરાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ (રૂ. 1,14,92,86,000) અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ (રૂ. 2,17,287 કરોડ) હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.

ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે જે પૈકી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઇ વાળાએ રજૂ કર્યાં છે. વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે જ્યારે નાણામંત્રી નીતિન પટેલે આ અગાઉ આઠ બજેટ રજૂ કર્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુંજેના માટે સરકારે મોબાઇલ એપ્લિકેશન (Gujarat Budget) પણ લોન્ચ કરી છે.

ગુજરાતમાં આવેલા રાષ્ટ્રપતિશાસનના સમયમાં કુલ ત્રણ બજેટ વિધાનસભાની જગ્યાએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ચૂંટણી અને બીજી મુશ્કેલીઓના કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 20 લેખાનુદાન લેવામાં આવ્યા છે. એટલે કે ચાર મહિના માટેના ખર્ચ લેવામાં આવ્યા છે અને ત્યારપછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવેલા છે.

ગુજરાત આર્થિક દૃષ્ટિએ દેશના અગ્રણી રાજ્યોમાં આવે છે. ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય હોવાને કારણે આપણા બજેટનું કદ સતત વધતુ હોય છે જોકે, તેની સામે દેવું પણ વધે છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp