માતાના સોગંધ ખાધા છે, સારો ફોન અપાવી દો, સોનુ સૂદે આપ્યો આ જવાબ

PC: instagram.com

એક્ટર સૌનું સુદ હંમેશા પોતાના ફેન્સને અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે તૈયાર રહે છે. હવે તો માત્ર એક ટ્વીટ કરવાથી મદદ તમારા ઘર સુધી પહોંચી જશે. તેવામાં દરેક જણ સોશિયલ મીડિયા દ્વારા એક્ટરની સામે પોતાની ફરમાઈશ મૂકી રહ્યું છે. પરંતુ ઘણી વખત આ ફરમાઈશ એવી હોય  છે જેને સોનુ સૂદ પૂરી કરી શકતો નથી. કારણ કોમન હોય છે કે તે વ્યક્તિ જરૂરિયાતમંદ હોતો નથી.

હાલમાં જ એક યુઝરે સોનુ સૂદ પાસે નવા ફોનની માંગણી કરી હતી. હવે આ પહેલા સોનુ સૂદે ઘણા લોકોને ફોન ગિફ્ટ કર્યા છે. પરંતુ આ કેસમાં એક્ટરે તેને ફોન આપવાની સાફ ના પાડી દીધી છે. અસલમાં એક યુઝરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેણે તેના મિત્રો સામે પોતાની માતાની કસમ ખાઈને કહ્યું છે કે તે એક સારો ફોન લઈને રહેશે. હવે તેને આ ફોન કોઈ પણ કિંમત પર જોઈએ છે. તેવામાં તેણે સોનુ સૂદ પાસે જ મદદ માંગી છે. હવે આ યુઝરના ટ્વીટ પર સોનુ સૂદે દિલ જીતી જાય તેવી વાત કહી છે.

એક્ટરે ટ્વીટ કરીને લખ્યું છે કે- માની કસમ ખાઈને બીજા કોઈની મદદ કરી દે, મા વધારે દુઆ આપશે. ફોન તો બધા પાસે છે. દુઓઓ કોઈની જ પાસે હોય છે. સોનુ સૂદનું આ ટ્વીટ વાયરલ થઈ ગયું છે. તેણે કોઈનું દિલ દુખાડ્યા વગર આટલી મોટી વાત કહી દીધી છે. એક્ટરે પોતના અંદાજમાં જ દરેક જણને શીખ આપી દીધી જેની પર જો બધા લોકો અમલ કરે તો કેટલાંય લોકોની લાઈફ હંમેશા માટે બદલાઈ જશે.

આવું પહેલી વખત નથી જ્યારે સોનુ સૂદની આવી કોઈ ટ્વીટ વાયરલ થઈ ગઈ હોય. ઘણી વખત લોકો માત્ર મજા લેવા માટે સોનુ સૂદ સમક્ષ લાંબી લાંબી ફરમાઈશો કરી દે છે, તે સમયે દરેક વખત એક્ટર તરફથી ક્યાંક તો મોટો સંદેશો આપવામાં આવે છે અથવા તો ફની અંદાજમાં મદદ કરવાની ના પાડી દેવામાં આવે છે. હાલમાં જ સોનુ સૂદે યુપીના એક ગામમાં હેન્ડપમ્પ લગાવડાવીને ઘણા લોકોનું દિલ જીતી લીધું છે. આ ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યા ચાલી રહી હતી અને ગામના એક યુવાન દ્વારા મદદ માટે કહેવામાં આવતા તેણે તરત જ પોતાની મદદ પહોંચાડી દીધી હતી.           

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp