રાહુલની પત્નીએ શેર કર્યો વીડિયો, ઓક્સિજન ન મળવાથી તે ઝઝૂમતો જોવા મળ્યો

PC: khabarchhe.com

એક્ટર, યુટ્યૂબર રાહુલ વોહરા હવે આ દુનિયામાં નથી. કોરોના થયા પછી સરખો ઈલાજ ન મળી શકવાને લીધે તેનું મોત થયું છે. તે જીવવા ઈચ્છતો હતો અને અંતિમ શ્વાસ સુધી લોકો પાસે પોતાની લાઈફની ભીખ માંગતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર રાહુલનું ગઈકાલે મોત થવા પહેલાની પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની માહિતી આપીને લોકોને મદદ કરવા માટેની અપીલ કરી રહ્યો છે. હવે આજે તેની પત્ની જ્યોતિ તિવારી દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Jyoti Tiwari (@ijyotitiwari)

આ વીડિયોમાં તમને દેખાશે કે ઓક્સિજન ન મળવાને લીધે તેનો કેવી રીતે દમ ઘૂંટી રહ્યો છે. આ તેનો હોસ્પિટલમાં એડમિટ વખતનો વીડિયો છે. તેની સાથે તેના મરતા પહેલાનો વીડિયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેની પત્નીએ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે તે જતો રહ્યો. રાહુલ વોહરાના લગ્નને હજુ છ મહિના પણ પૂરા થયા નથી અને તેની પત્ની જ્યોતિ તિવારીનો સાથ છોડીને તે જતો રહ્યો છે. તેના નિધન પછી પત્ની જ્યોતિએ એક વીડિયો શેર કરીને લખ્યું છે કે- દરેક રાહુલ માટે ન્યાય. મેરા રાહુલ ચલા ગયા યે સબકો પતા હૈ લેકિન કૈસે ચલા ગયા વો નહીં પતા. રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ તાહિરપુર દિલ્હી, આ રીતે ત્યાં ઈલાજ કરવામાં આવે છે. આશા કરું છું કે મારા પતિને ઈન્સાફ મળે. એક બીજો રાહુલ આ દુનિયામાંથી જવો જોઈએ નહીં.

રાહુલ વોહરાએ 8 મેના રોજ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે પોતાને સારી ટ્રીટમેન્ટ મળી હોતે તો તે બચી ગયો હોતે તેવુ જણાવ્યું છે. તે સિવાય તેની સંપૂર્ણ માહિતી પણ લખી હતી. તે સિવાય તેણે અન્ય પોસ્ટમાં લખ્યું હતું- જલદીથી જન્મ લઈશ અને સારા કામ કરીશ. હવે હિંમત હારી ચૂક્યો છું. જ્યારે ડાયરેક્ટર અરવિેદ ગૌરે પોતાની ફેસબુક પોસ્ટમાં રાહુલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે લખ્યું છે- રાહુલ વોહરા નથી રહ્યો. મારો હોનહાર કલાકાર હવે આ દુનિયામાં નથી રહ્યો. કાલની જ વાત છે જ્યારે તેણે કહ્યું કે તેની લાઈફ બચાવી શકાતી હતી જો તેને સારી સારવાર મળી હોતે. તેને રાજીવ ગાંધી હોસ્પિટલથી આયુષ્યમાન, દ્વારકામાં શિફ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ અમે તેને બચાવી શક્યા ન હતા. પ્લીઝ અમને માફ કરી દેજે રાહુલ, અમે તારા અપરાધી છીએ. આખરી નમન.. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp