કોરોનામાં મદદે આવ્યા ફરહાન અને મીકાઃ રોજ 1000 લોકોને જમાડે છે

PC: indiatv.in

કોરોના વાયરસની બીજી લહેરે લોકોને ખરાબ રીતે તોડી નાખ્યા છે. લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત તો થઇ જ રહ્યા છે પણ સાથે જ લોકડાઉનના કારણે બેરોજગાર પણ થઇ રહ્યા છે અને ખાવા માટે ફાંફાં મારવા પડી રહ્યા છે. એવામાં બોલિવુડના અમુક લોકો આગળ આવ્યા છે અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવા માટેના મિશનમાં જોડાયા છે. સલમાન ખાને પહેલા જ ફ્રંટલાઇન વોરિયર્સ માટે ખાવાની વ્યવસ્થા કરી છે. હવે આ લિસ્ટમાં ફરહાન અખ્તર અને સિંગર મીકા સિંહનો પણ સમાવેશ થઇ ગયો છે.

ફરહાન અખ્તરે કોરોનાથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે એક NGO સાથે હાથ મળાવ્યા છે. ફરહાન અખ્તરે આ સંસ્થાને ડોનેશન આપ્યું છે જે કોરોનાથી પ્રભાવિત પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવાનો ખર્ચો ઉપાડે છે. આ સંસ્થાના સેક્રેટરી દિવ્યાંશુ ઉપાધ્યાયે જણાવ્યું કે આ ભોજન ન માત્ર કોરોના સંક્રમિત લોકોને પણ બનારસમાં સ્મશાન ઘાટો હરિશ્ચંદ્ર અને મણિકર્ણિકામાં કામ કરનારા લોકોને પણ આપવામાં આવી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Farhan Akhtar (@faroutakhtar)

બનારસમાં મદદ

સેક્રેટરીએ જણાવ્યું કે તેમની ટીમના 8 લોકો રોજ બનારસ શહેરમાં 1000 થાળીઓ વહેંચી રહ્યા છે. આ થાળીમાં દાળ, ચોખા, રોટલી, સલાડ અને બિસ્કિટ હોય છે. આ ટીમ ફરહાન અખ્તર સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચી હતી. ત્યાર બાદ ફરહાન અખ્તરે તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો.

 
 
 
View this post on Instagram

A post shared by Farhan Akhtar (@faroutakhtar)

તમને જણાવી દઇએ કે, હાલમાં જ ડિસેમ્બર મહિનામાં ફરહાન અખ્તરે વારાણસીમાં એક સ્થાનીય પુજારી અને તેના પરિવાર માટે દાન કરતા તેમનું ઘર બનાવડાવ્યું હતું. હવે જ્યારે દેશ વાયરસની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યો છે, એવામાં અભિનેતા-નિર્માતા ઉત્તર પ્રદેશના શહેરમાં કોરોના પ્રભાવિત પરિવારો અને સંભાળ કરનારાઓની મદદ માટે આગળ આવ્યા છે.

દિલ્હી પછી મીકા સિંહે મુંબઈમાં લંગર લગાવ્યું

ફરહાન અખ્તર ઉપરાંત સિંગર મીકા સિંહે પણ લોકો માટે લંગરનું આયોજન કર્યું છે. પહેલા મીકા સિંહે આ લંગર દિલ્હીમાં શરૂ કર્યું હતું. હવે તેની શરૂઆત મુંબઈ શહેરમાં પણ કરી દેવામાં આવી છે. મીકાના આ લંગરમાં રોજ 1000 લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. મીકાની ટીમ રોજ ભૂખ્યા લોકોને ભોજન વહેંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp