આવા હતા મારા રામ...

PC: newindianexpress.com

(Utkarsh Patel) હા મારા રામ, તમારા રામ... સૌના રામ.

મારા રામ એમના જીવનના ચોક્કસ સમય માટે વનવાસમાં હતા અને એમની સંગાથે હતા માતા જાનકી અને આદર્શ ભાઈ સ્વરૂપ શ્રી લક્ષ્મણ અને પછી સહયોગી થયા હતા પવનપુત્ર હનુમાનજી મહારાજ.

સૌએ અપાર પીડા અને દુઃખ ભોગવ્યું હતું.

અયોધ્યાનું સુખ અયોધ્યામાં જ મુકીને નીકળ્યા હતા મારા રામ. અણગમો કર્યા વિના વિનમ્ર વિવેક ભાવે સ્મિત સાથે આવકાર્યો હતો વનવાસ મારા રામે.

એક પ્રસંગ મેં સાંભળ્યો હતો એ આપને કહું...

વનવાસના શરૂઆતના સમયે એક દિવસ વનમાં માતા જાનકી અને લક્ષ્મણજી ક્રમમાં પ્રભુ શ્રી રામને પગલે એમની પાછળ ચાલ્યા જતા. માર્ગમાં આવતા કાકરા, કાંટા મારા રામના ચરણોમાં વાગતા પરંતુ રામ કાકરો કે કાંટો વાગ્યાનો દુઃખનો અનુભવ કરવા છતા શાંતિથી ચાલ્યે જતા. રક્ત વાડા કોમળ પગ આગળ વધતા અને પાછળ ચાલતા માતા જાનકી અને લક્ષ્મણજીને સુવાળો મારગ મળતો જતો!

વિરામના સમયે લક્ષ્મણજીએ પ્રભુના ચરણોને જળથી ધોયા અને ત્યારે જ માતા જાનકીએ ચિંતિત અવાજે પ્રભુ શ્રી રામને કહ્યું ‘લાવો તમારા ચરણોના કાંટા કાઢી દઉ એ તમને દુઃખ આપી રહ્યા છે’

મારા રામે માતા જાનકી અને લક્ષ્મણજીને કહ્યું ‘ તમે જેને કાંટા કહો છો તે આગલા જન્મના પાપ કર્મ ભોગવી રહેલ જીવ છે અને એમના અવગુણ સાથે હવે તેઓ મારી શરણે આવ્યા છે. જે મારી શરણે આવ્યા એને હું કઈ રીતે મારાથી દૂર કરું?!!, એમને ત્યાં જ રહેવા દો મારી પાસે. થોડો સાથ આપવા દો મને. એમના દુઃખ હું ભોગવી લઈશ પછી સમય આવ્યે તેઓ મારાથી મુક્ત થઈ સુખી થઈ જશે.‘

કંઈક આવા હતા મારા રામ.

મારા રામ, તમારા રામ... સૌના રામ.

મારા રામ માટે હું સમજું અને વર્ણવું એટલું ઓછું છે. જીવનકાળ ઘટી પડશે મને કદાચ એમને સમજતા.

આવો ભક્તિ કરીએ મારા પ્રભુ શ્રી રામની.

જય સીયારામ

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp