હોળી પર 100 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ, આ 5 રાશિઓ માટે શુભ સંકેત

PC: thequint.com

વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ 25 માર્ચે થશે. આ વખત ચંદ્ર ગ્રહણ અને હોળી બંને જ એક સાથે રહેશે. એટલે કે હોળી પર ચંદ્ર ગ્રહણ થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ, હોળી પર ચંદ્ર ગ્રહણ 100 વર્ષ બાદ ફરીથી લાગશે. 25 માર્ચે ચંદ્ર ગ્રહણ સવારે 10:23 વાગ્યાથી શરૂ થઈને બપોરે 3:02 વાગ્યા સુધી રહેશે. આ અગાઉ હોળી અને ચંદ્ર ગ્રહણ બંને જ વર્ષ 1924મા સાથે હતા. વર્ષનું આ પહેલું ચંદ્ર ગ્રહણ એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. જે લગભગ 4 કલાકની આસપાસ સુધી રહેશે. હોળી અને ચંદ્ર ગ્રહણ બંને જ એક દિવસે આવતા હોવાના કારણે તેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર શુભ રહેશે.

મેષ રાશિ:

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મેષ રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણ શુભ સાબિત થશે. કાર્યોમાં સફળતા મળશે. ધન લાભના વિશેષ અવસર પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં તમારા બધા પ્રયાસ ફળીભૂત થશે. ભાગ્યનો સારો સાથ મળશે. નોકરી અને વેપારમાં બધા પ્રયાસ ફળીભૂત થશે. ભાગ્યનો સારો સાથ તમને મળશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે.

વૃષભ રાશિ:

વૃષભ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ સારું પરિણામ આપશે. ધનમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તમે જે પણ કામ કરશો, તેમાં સફળતા જરૂર મળશે, પરંતુ જે જાતક વેપાર સાથે જોડાયેલા છે. તેમણે કેટલીક વિશેષ સાવધાનીઓ રાખવી પડશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન અને વેતનમાં વૃદ્ધિના યોગ છે.

સિંહ રાશિ:

સિંહ રાશિના જાતકો માટે વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણ અને હોળીનો સંયોગથી વિશેષ સુખની પ્રાપ્તિ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં તમારા માટે કંઈક ખાસ પ્રકારનું આયોજન હોય શકે છે. નોકરી અને વેપારના હિસાબે આગામી સમય સારો રહેશે. કાર્યક્ષેત્રમાં તમને પોતાના અનુભવોનો લાભ ભરપૂર મળશે.

ધનુ રાશિ:

હોળી પર ચંદ્ર ગ્રહણ ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક રહેશે. કાર્યોમાં સારી સફળતાઓ મળશે. ભાગ્યમાં વૃદ્ધિ થવાથી દરેક કામમાં સફળતાઓ પ્રાપ્ત થશે. નોકરી-વ્યવસાયવાળા જાતકોને નવી નોકરીના અવસર મળી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ

તમારા માટે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ સકારાત્મકતા લઈને આવી રહ્યું છે. ધન લાભના સારા યોગ બની રહ્યા છે. નોકરીમાં સારા પરિણામની પ્રાપ્તિ થશે. માન સન્માન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમને અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp