સુરતની આ શાળામાં લક્ષણ વગરના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા દોડધામ

PC: indiatodya.com

સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલી કૌશલ વિદ્યાભવન શાળામાં ધો.7ના પાંચ વિદ્યાર્થીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ છે. સુરત મહાનગર પાલિકા દોડતું થઈ ગયું છે. તંત્ર તરફથી યુદ્ધના ધોરણે શાળામાં પ્રાયમરી વિભાગ બંધ કરાવી દેવાયો છે. જ્યારે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓાન રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કુલ પાંચ વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ છે. ખાસ વાત એ છે કે, આ પાંચેય વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. પાલિકાની ટીમ તરફથી સ્કૂલમાં રેન્ડમલી એક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલમાં અનેક મોરચે તપાસ શરૂ કરવામાં આવી હતી. આવી સ્થિતિ સામે આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં એ અંગે વાલીઓ પણ મુંઝવણમાં મૂકાયા છે. સરકારે સ્કૂલ તો શરૂ કરાવી દીધી છે પણ અચાનક આવા કેસ સામે આવતા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયા ઊભી થઈ છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પણ રાજકીય સભા, પ્રચાર, રેલી તથા જાહેર કાર્યક્રમમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા સરકારે સમગ્ર રાજ્યની સ્કૂલ શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી હતી. કૌશલ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ એમ કુલ મળીને 184 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક જ ક્લાસમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા અન્ય વિદ્યાર્થીઓનું પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.


નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અજીત ભટ્ટે જણાવ્યું હતું કે, આ શાળામાં પ્રાયમરી અને સેકન્ડરી એમ બે વિભાગ જુદી જુદી બિલ્ડિંગમાં ચાલી રહ્યા છે. જેમાંથી પ્રાયમરી સેક્શન બંધ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવ કેસનો આંકડો વધીને 54,070 થયો છે.બીજી તરફ કોરોનાને માત આપીને કુલ 52384 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ગત બુધવારે ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા 9 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ફરી એકવખત કેસ વધતા આરોગ્ય વિભાગની ટીમ એકાએક સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને સ્કૂલમાંથી કોઈ સંજોગોમાં સંક્રમણ ફેલાઈ નહીં એ પ્રકારે પગલાં લેવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp