ગુજરાતના ખેડૂતો પશ્ચિમ ભારતમાં સૌથી વધારે રાસાણયણિક ખાતર વાપરે છે

PC: fertilizer-machine.net

2019-20માં ગુજરાતમાં 10 લાખ ટન ખાતર વપરાયું હોવાનો અંદાજ છે. હવે રાસાયણિક ખાતર મોંઘાં થવાના કારણે તેનો વપરાશ ઘટી રહ્યો છે. તેથી કૃષિ ઉત્પાદન ઘટશે અને ખેડૂતોની આવક વધવાના બદલે ઘટી રહી છે.

એનપીકેનો વપરાશ

કેન્દ્ર સરકરાના છેલ્લા અહેવાલ પ્રમાણે ખેડૂતો એક હેક્ટરે 2010માં 142 કિલો એનપીકે રાસાયણિક ખાતર વાપરતાં હતા તે 10 વર્ષમાં ઘટીને હવે એક હેક્ટરે 120 કિલો વપરાશ કરી રહ્યાં છે. વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે.

દેશમાં સૌથી વધું એનપીકે (નાઈટ્રોજન , ફોસ્ફરસ , પોરાશ) રાસાયણિક ખાતર વાપરનારા રાજ્યોમાં પંજાબ હેક્ટરે 250 કિલો ખાતર વાપરતું હતું તે 2017-18માં ઘટીને 213 કિલો વાપરતું થઈ ગયું છે. તેનું સ્થાન તેલંગણાએ લીધું છે. તેલંગણામાં 265 કિલો રસાયણો ખેતરમાં વપરાવા લાગ્યા છે. બિહાર રાજ્ય પણ 212 કિલો રસાયણો વધું ઉત્પાદન મેળવવા વાપરે છે.

મેઘાલય અને અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં એનપીકે રાસાયણિક ખાતર એક કિલો પણ વાપરવામાં આવતું નથી. 100 કિલોથી ઓછું રાસાયણિક ખાતર વાપરતાં હોય એવા રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, કાશ્મીર, દિલ્હી, ઝારકંડ, ઓરીસા, આસામ, ત્રીપુરા, મણીપુર, નાગાલેન્ડમીઝોરમ છે. આમ નોર્થ ઈસ્ટના રાજ્યો સૌથી ઓછું સરેરાશ 61.77 કિલો રાસાયણિક ખાતર એક હેક્ટરે ખેતરમાં નાંખે છે.

ગુજરાતમાં વપરાશ

પશ્ચિમ ભારતના 7 રાજ્યો કે પ્રદેશોમાં ગુજરાતમાં સૌથી વધું 145 કિલો રાસાણિક ખાતર વપરાય છે. મહારાષ્ટ્રમાં 123 કિલો વપરાય છે. રાજસ્થાન માત્ર 48 કિલો વાપરે છે. છત્તીસગઢ 86.76 કિલો વાપરે છે. મધ્ય પ્રદેશ 81.99 કિલો વાપરે છે.

વિશ્વમાં ખાતરનો વપરાશ

વિશ્વમાં સરેરાશ 117 કિલો રાસાયણિક ખાતર એક હેક્ટરે ખેડૂતો વાપરે છે. ઈગ્લેન્ડ 252 કિલો, જાપાનના ખેડૂતો 230 કિલો, ઈજીપ્ત 427 કિલો, અમેરિકા 134 કિલો, બ્રાઝાલ 172 કિલો બાંગલાદેશ 268 કિલો, કોરીયા 291 કિલો, નેધરલેન્ડ 232 કિલો રાસાયણિક ખાતર વાપરનારા દેશો છે.

સૌથી ઓછા રાસાયણિક ખાતર વાપરનારા દેશોમાં દક્ષિણ આફ્રિકા 53 કિલો, કેનેડા 78 કિલો, મેક્સિકો 89 કિલો, રશિયા 25 કિલો, ઓસ્ટ્રેલિયા 57 કિલો રાસાયણિક ખાતર વાપરે છે.

ગુજરાતમાં DAP ખાતરના રૂ.1200થી વધારીને રૂ.1500 કરાયા છે. NPK ખાતરના રૂ.1175થી વધારીને રૂ.1400 અને ASP ખાતરના રૂ.975થી વધારીને રૂ.1150 કરાયા છે. તેથી ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે.

વિપરીત નીતિ

રાજયમાં 49.6% રોજગારી આપતા કૃષિ ક્ષેત્ર માટે સાનુકૂળ નીતિ રહી નથી. કૃષિ ઉત્‍પાદનો ઉપર 5% જીએસટી કરવેરો નાંખવામાં આવ્યો છે. પુરતી બજાર વ્‍યવસ્‍થા ઉપલબ્ધ નથી અને પોષણક્ષમ ભાવો મળતા નથી. રાસાયિણક ખાતર, જંતુનાશક દવા, કૃષિ ઓજારો અને બિયારણ ઉપર જીએસટીનો આકરો બોજ નાંખવામાં આવ્યો છે.

કૃષિ બજેટ અને સબસીડીમાં દર વર્ષે સતત કાપ મૂકવામાં આવે છે. 2018-18ની સામે 2018-19માં  રૂપિયા 1144.37 કાપ મૂકી 12.67% સબસીડી ઘટાડી છે. તેથી ખેડૂતો દેવાદાર બને છે. તેની સામે સજીવ ખેતી માટે કોઈ સહાય નથી. ઝીરો ટકા વ્યાજ સાથે ધિરાણ આપવાની જાહેરાત પછી 7% વ્યાજ લેવામાં આવે છે.

સબસિડીનું ગણિત

ખેડૂતોને રાહત આપવાના બદલે રાસાયણિક ખાતરમાં તોતીંગ ભાવ વધારો પાછલા બારણેથી કરે છે. ખેડૂતોને યુરીયા, ડાયએમોનીયા અને સલ્ફર જેવા રાસાયણિક ખાતરો સહકારી સંસ્ર્થાઓ અને એગ્રો સેન્ટરમાંથી સબસિડી બાદ કરીને ખેડૂતોની જરૂરીયાત પ્રમાણે સીધું જ મળતું હતું. તે બંધ કરી દેવામાં આવ્યું છે. ભાજપ સરકારે રાસાયણિક ખાતરોમાં સબસિડી બંધ કરીને  બજાર ભાવે આપે છે.

વપરાશ હજાર ટનમાં છે  ભારત         
          કિલો ગુજરાતમાં
વર્ષ वर्ष  નાઈટ્રોજન ફોસ્ફરસ પોટાશ NPK  હેક્ટરે વપરાશ વપરાશ
2001-02 11310 4382 1667 17360 92.33  
2002-03 10474 4019 1601 16094 92.55  
2003-04 11076 4124 1598 16798 88.27  
2004-05 11714 4624 2060 18398 96.27  
2005-06 12723 5204 2413 20340 105.53  
2006-07 13774 5543 2335 21651 112.55  
2007-08 14419 5515 2636 22570 115.27  
2008-09 15090 6506 3313 24909 128  
2009-10 15580 7274 3632 26486 140  
2010-11 16558 8050 3514 28122 142.52  
2011-12 17300 7914 2576 27790 142.33  
2012-13 16821 6653 2062 25536 130.79  
2013-14 16750 5633 2099 24482 121.83  
2014-15 16946 6098 2532 25576 128.94  
2015-16 17372 6979 2402 26753 130.66  
2016-17 16735 6705 2508 25940 123.41  
2017-18 16958 6854 2779 26591 128.02  
             
             
ગુજરાતમાં વપરાશ હજાર ટન        
2015-16 1101.82 313.51 101.42 1516.75    
2016-17 1143.49 340.06 120.9 1604.45    
2017-18 1289.06 416.14 136.37 1841.57    
હેક્ટરે કિલો વપરાશ          
2015-16 90.45 25.74 8.33 124.51    
2016-17 91.21 27.21 9.64 127.98    
2017-18 101.31 32.31 10.72 144.73  

ખેડૂતોને વિઘા દીઠ ચોક્કસ કિલો ખાતર માટે સબસિડી આપવાની નીતિ સરકાર લાવવા માંગે છે. સરકાર 20 કિલો ખાતર ઉપર જ સબસિડી આપવા માંગે છે. તેથી ખેડૂતોને ખાતરનું બે ગણું ખર્ચ કરવું પડે છે. જેનાથી ખેડૂતોને મરણતોલ ફટકો પડશે. ભાવવધારાથી ખેડૂતોને મોટો આર્થિક બોજ સહન કરવાનો વારો આવશે. 2018માં ડીએપી ખાતરમાં 350નો વધારો ઝીંકી 1400 કરી દેવાયા હતા.

પંચમહાલ જેવા જંગલ ધરાવતાં જિલ્લામાં વર્ષે 1978 મેટ્રિક ટન રાસાયણિક ખાતર વપરાય છે. ડીએપી, એનપીકે અને પોટાશનો 5 હજાર મેટ્રિક ટન વપરાશ થાય છે.

દહીંથી બને યુરિયા ખાતર

દહીંનો ઉપયોગ ખાતર કરીકે કરવામાં આવે તો 95 ટકા ખર્ચ બચે છે. દેશી ગાયના 2 લીટર દૂધનું દહીં બનાવતી વખતે તેમાં તાંબાનો ટૂકડો મૂકવામાં આવે છે. 15 દિવસ પછી તે લીલા રંગના તાર થઈ જાય છે. એક લીટરે 30 એમ એલ ગણીને ભેળવતાં જે 3 લીટર પાણીમાં ભેળવીને 1 એકરમાં છાંટતા 25 કિલો યુરિયા - નાઈટ્રોજન ખાતરનું કામ આપે છે. 25થી 45 દિવસ છોડ લીલો રહે છે. 25છી 30 ટકા ઉત્પાદનમાં વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp