દર્શકોએ આ ટીવી શૉને કર્યો સૌથી વધારે પસંદ, ટોપ 5મા પણ નથી 'ખતરો કે ખેલાડી'

PC: india.com

રિયાલિટી ટી.વી. શૉઝથી લઈને ધારાવાહિકો સુધીની ટક્કરમાં આ વખતે કોણે કોને પછાડ્યા? કોણ આગળ નીકળ્યું અને કોણે ગુમાવી દીધું પોતાનું સ્થાન? ઓરમેક્સ મીડિયા તરફથી આ અઠવાડિયાની TRP લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે TRP લિસ્ટમાં મોટા બદલાવ જોવા મળ્યા છે. ચાલો તો જોઈએ કે આ વખતે શું છે લોકોની પસંદ નાપસંદ.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા:

છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોના દિલોમાં રાજ કરી રહેલો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા આ વખતે પણ TRP લિસ્ટમાં ટોપ પર છે. ઓરમેક્સ મીડિયાની TRP લિસ્ટમાં આ વખતે જેઠાલાલ અને ગોકુલધામ સોસાયટીના બાકી લોકોએ પોતાની જગ્યા પહેલા નંબર પર બનાવી રાખી છે.

અનુપમા:

રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેનો સ્ટાર ટી.વી. શૉ અનુપમા આ વખતે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને સખત ટક્કર આપી રહ્યો છે. હાલમાં આજ શૉ એવો છે જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને પછાડવાની સ્થિતિમાં છે અને કેટલીક વખતે એમ પણ થાય છે. આ અઠવાડિયે આ શૉ બીજા નંબર પર રહેલો છે.

સુપર ડાન્સર 4:

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ બાદ એમ લાગે છે કે શિલ્પા શેટ્ટીએ આ શૉનો સાથ છોડી દીધી છે. હાલમાં મેકર્સ કોઈક ને કોઈક રીતેના મહેમાનોને લાવીને શૉ આગળ વધારી રહ્યા છે. TRPની વાત કરીએ તો સુપર ડાન્સર 4 ત્રીજા નંબર પર રહેલો છે.

ઇન્ડિયન આઇડલ 12:

સુરોનો આ મહાસંગ્રામ આમ તો સતત પોતાની ફિનાલે એપિસોડ તરફ વધી રહ્યો છે, પરંતુ એ છતા તેના મેકર્સ દર્શકોનું કોઈ ખાસ ધ્યાન ખેચી શક્યા નથી. ઓરમેક્સની TRP લિસ્ટમાં આ શૉ ચોથા નંબર પર છે.

ડાન્સ દીવાને 3:

સુપર ડાન્સરની જેમાં જ આ શો પણ એક ડાન્સ રિયાલિટી શૉ છે જેમાં માધુરી દીક્ષિત જજ તરીકે નજરે પડે છે. ઓરમેક્સની TRP લિસ્ટમાં આ શૉ નંબર 5 પર છે.

ખતરો કે ખિલાડી 11:

રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ રિયાલિટી શૉ અત્યાર સુધી ટોપ 5મા પણ જગ્યા બની શક્યો નથી. ઓરમેક્સની રેટિંગનાં હિસાબે આ શૉ અત્યારે છઠ્ઠા નંબર પર છે. તો ઓરમેક્સની TRP લિસ્ટમાં યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ સાતમા નંબરે, ગુમ હૈ કિસી કે પ્યાર મેં આઠમા નંબરે, સાથ નિભાના સાથીયા 2 નવમા નંબરે અને કુંડલી ભાગ્ય દસમા નંબરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp