પરીક્ષામાં જય રામજી અને વિરાટ કોહલી લખનાર વિદ્યાર્થી પાસ, 2 પ્રોફેસર સસ્પેન્ડ

PC: twitter.com

ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં 2 પ્રોફેસરોએ એવા વિદ્યાર્થીઓને પાસ કરી દીધા , જેમણે ઉત્તરવહીમાં જય રામજી અથવા ક્રિક્રેટર્સના નામ લખ્યા હોય. એક વિદ્યાર્થીએ RTI કરી ત્યારે આખો મામલો બહાર આવ્યો છે અને બંને પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. RTI કરનાર વિદ્યાર્થીએ પ્રોફેસરો પર પૈસા ખાવાનો આરોપ લગાવ્યો છે. આવા પ્રોફેસરો હોય તો પછી શિક્ષણનું સ્તર ક્યાંથી ઉંચુ આવે.

પરીક્ષામાં શું આવે છે? તમે જે વિષયનો અભ્યાસ કર્યો છે તેના કેટલાક પ્રશ્નો. તેમને જવાબ આપવાનો હોય.તમને પાસ અથવા ફેલ જાહેર કરવામાં આવે છે. પણ ક્યારેક તમને ‘કંઈ પણ’ લખવા માટે માર્કસ પણ મળે છે. જેવું ઉત્તર પ્રદેશમાં થયું છે. રાજ્યની એક યુનિવર્સિટીમાં કથિત રીતે 'જય રામ જી' અને ક્રિકેટરોના નામ લખવા બદલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએઆ મામલે કાર્યવાહી કરી છે અને બે પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા છે.

મીડિયા અહેવાલો મુજબ આ કિસ્સો જૌનપુરની વીર બહાદુર સિંહ પૂર્વાચંલ યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દિવ્યાંશુ સિંહ નામના વિદ્યાર્થીએ 3 ઓગસ્ટ 2023ના દિવસે RTI દાખલ કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે ફાર્મસીનો અભ્યાસ કરતા પ્રથમ વર્ષના 18 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે. દિવ્યાંશુએ આ વિદ્યાર્થીઓના રોલ નંબર પણ આપ્યા હતા.

દિવ્યાંશુંએ આરોપ લગાવ્યો હતો કે યુનિવર્સિટીના 2 પ્રોફેસરો વિનય વર્મા અને આશીષ ગુપ્તાએ વિદ્યાર્થીઓને પાસ કરવાના પૈસા લીધા છે. આ બાબતે દિવ્યાંશુએ રાજ્યના ગર્વનર પાસે પુરાવા રજૂ કર્યા હતા.

દિવ્યાંશુંએ રજૂ કરેલાં પુરાવામાં કહ્યું છે કે, ‘જય રામજી’ જેવા નારા અને રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ક્રિક્રેટરોના નામ લખનારા ઉમેદવારોને માર્ક્સ આપી દેવામાં આવ્યા હતા.

દિવ્યાંશુની ફરિયાદના આધારે રાજભવને તાત્કાલિક પગલાં લીધા અને 12 ડિસેમ્બર 2023ના રોજ તપાસનો આદેશ આપ્યો. જેના જવાબમાં યુનિવર્સિટી મેનેજમેન્ટે પણ તપાસ સમિતિની રચના કરી હતી. તપાસમાં ગેરરીતિઓ બહાર આવી હતી.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વંદના સિંહે જણાવ્યું હતું કે તેમણે ખોટું મૂલ્યાંકન કરવા બદલ બે પ્રોફેસરોને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ અંગેની માહિતી રાજભવનને પણ મોકલવાની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, પ્રોફેસર વિનય વર્મા અગાઉ પણ આવા આરોપોનો સામનો કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp