પંડ્યા-રોહિતની ટક્કર વિશે સિદ્ધુએ કહ્યું- બોના તો બોના હોતા હૈ...

PC: BCCI

IPLની આ સીઝનમાં સૌથી વધુ જો કોઈ ચર્ચા હોય તો એ હાર્દિક પંડ્યાના વ્યવહારની ચર્ચા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ખાસ કરીને રોહિત શર્માના ફેન્સ તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ ટોપિકમાં પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર નવજોતસિંહ સિદ્ધુ પણ કૂદી પડ્યા છે. તેમણે કહ્યું હતું કે, ધોની અને રોહિત પોતાનામાં એક મહાન ખેલાડી છે અને કોઈ અન્ય કેપ્ટનની અંદર એક ફ્રેન્ચાઇઝી ટીમમાં રમવાથી તેમનું કદ નાનું નથી થઈ જતું. મેં તો એવી ભારતીય ટીમમાં ક્રિકેટ રમી છે, જ્યાં એક સમયે પાંચ કેપ્ટન એકસાથે હતા. કપિલ દેવ, દિલિપ વેંગસરકર, સુનિલ ગાવસ્કર, કે.શ્રીકાંત અને રવિ શાસ્ત્રી. એક ઈંટ ઉઠાવો તમને નીચે અને ઉપર બંને જગ્યાએ એક કેપ્ટન મળતો હતો. ત્યાં કોઈ મુદ્દો નહોતો, કારણ તે તેઓ પોતાના દેશ માટે રમી રહ્યા છે. તેમને દેશથી મોટિવેશન મળતું હતું. હાર્દિકના નેતૃત્વમાં તેનું કદ નાનું નથી થઈ જતું. સિદ્ધુએ શેર સંભળાવતા કહ્યું હતું કે,  एक बौना फिर भी बौना होता है, भले ही वह पहाड़ की चोटी पर खड़ा हो और एक भगवान, भगवान होता है, भले ही वे एक कुएं के नीचे खड़े हों।  सोना तो सोना होता है, जो जौहरी की मार खाकर भी किसी के गले का हार बनता है।

શમીએ હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું, તેને મુંબઈની હાર માટે સીધો જવાબદાર ગણાવ્યો

IPL 2024માં 5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆતની મેચ ગુજરાત ટાઇટન્સ સામે હતી. પહેલીવાર મુંબઈની કેપ્ટનશિપ કરી રહેલો હાર્દિક પંડ્યા આ મેચ દરમિયાન ચર્ચામાં રહ્યો હતો. સૌપ્રથમ તો કેપ્ટનશીપને કારણે ઉઠેલા હોબાળાને કારણે મેદાનમાં બેઠેલા પ્રશંસકો દ્વારા તેને ઉગ્ર ટ્રોલ કરવામાં આવ્યો હતો. બીજું, તેણે પોતાની વિચિત્ર કેપ્ટનશીપથી બધાને ચોંકાવી દીધા.

જસપ્રિત બુમરાહની હાજરીમાં હાર્દિક પંડ્યા પોતે પહેલી ઓવર નાખવા આવ્યો હતો. હવે ભારતીય ટીમના અનુભવી અને ઝડપી બોલર મોહમ્મદ શમીએ મુંબઈની હાર માટે હાર્દિક પંડ્યાને જવાબદાર ગણાવ્યો છે. ચાલો જાણીએ શમીએ શું કહ્યું.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મીડિયા સૂત્રને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રન ચેઝ દરમિયાન હાર્દિક પંડ્યાએ પહેલા આગળના ક્રમે બેટિંગ કરવા આવવું જોઈતું હતું. જો તેણે આમ કર્યું હોત તો મેચ પહેલા જ ખતમ થઈ ગઈ હોત. શમીએ કહ્યું, 'એક કેપ્ટન તરીકે તમારે જવાબદારીઓ લેવી જોઈએ. હાર્દિકે અગાઉ ગુજરાત માટે ત્રીજા અને ચોથા નંબર પર બેટિંગ કરી છે. હવે ત્રીજા અને ચોથા નંબર પર બેટિંગ કરવામાં શું વાંધો છે? સાતમા નંબર પર બેટિંગ કરીને... જાણે હાર્દિક કોઈ ટેલલેન્ડર છે. તમે આટલા નીચા ક્રમે ઉતરીને (બેટિંગ કરવા માટે) બિનજરૂરી રીતે તમારા પર દબાણ લઈ રહ્યા છો. જો તે પ્રથમ આવ્યો હોત, તો મેચ વહેલા સમાપ્ત થઈ ગઈ હોત.'

શમીએ વધુમાં કહ્યું કે, જો હાર્દિક પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો રમત આટલી આગળ ન વધી હોત. શમીએ કહ્યું કે, જવાબદારી બીજાને આપવાને બદલે તમારે જાતે જ લેવી જોઈએ. ડાબા હાથ અને જમણા હાથનું સંયોજન દરેક ટીમમાં અને દરેક મેચમાં થાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી IPL 2024માં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. પરંતુ ઈજાના કારણે તેને આખી સિઝનમાંથી બહાર રહેવું પડ્યું હતું. શમી વર્લ્ડ કપ 2023 પછીથી એક્શનમાં જોવા મળ્યો નથી.

33 વર્ષના મોહમ્મદ શમીએ 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, શમીએ કુલ 110 મેચ રમી છે, જેમાં તેણે 8.43ની ઇકોનોમી પર બોલિંગ કરતી વખતે 127 વિકેટ લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈની ટીમ ગુજરાત સામે 169 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી, પરંતુ તેને હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 9 વિકેટે 162 રન બનાવ્યા અને મેચ હારી ગઈ. હાર્દિક પંડ્યા ઘણો મોડો રમવા આવ્યો હતો. તેણે ટિમ ડેવિડને પોતાનાથી આગળ મોકલ્યો હતો. અને પછી મેચમાં દબાણ પણ વધ્યું હતું.

હાર્દિક પંડ્યા પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. રોહિત શર્માને મેદાન પર જોઈને ચાહકોએ તેના નામના નારા લગાવ્યા હતા. પંડ્યાને પણ ઘણો ચિડાવ્યો હતો. આ પછી મુંબઈની હાર પછી પંડ્યા ફરી એકવાર ટ્રોલ થયો હતો. કેપ્ટનશિપની પ્રથમ મેચ તેના માટે ખૂબ જ ખરાબ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp