ધીરુભાઇના નિધન સમયે રિલાયન્સનું માર્કેટ કેપ 75000 કરોડ હતું આજે 20 લાખ કરોડ

PC: forbes.com

એશિયાના સૌથી ધનિક અને દુનિયાના અબજોપતિની યાદીમાં 11મું સ્થાન મેળવનારા મુકેશ અંબાણીનો આજે બર્થ-ડે છે. 19 એપ્રિલ 1957માં તેમનો જન્મ યમનમાં થયો હતો અને આજે તેઓ 67 વર્ષના થયા છે. મુકેશ અંબાણી બોમ્બે યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યા પછી આગળ ભણવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયા હતા, પરંતુ અભ્યાસ અધૂરો છોડીને તેમણે પિતાની સાથે 1981માં રિલાયન્સમાં જોડાયા હતા.

6 વર્ષ જુલાઇ 2002માં જ્યારે ધીરુભાઇ અંબાણીનું નિધન થયું ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 75,000 કરોડ રૂપિયા હતું, જે આજે 20 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે અને રિલાયન્સ આજે માર્કેટ કેપમાં પણ નંબર વન છે.

મુકેશ અંબાણીએ 2002માં રિલાયન્સની કમાન સંભાળી પછી 22 વર્ષમાં પેટ્રોલિયમસ ટેલીકોમ સેક્ટર, રિટેલ, લાઇફ સાયન્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ગ્રીન એર્નજીમાં કંપનીને આગળ વધારી છે. મુકેશ અંબાણીએ અત્યારથી જ તેમના સંતાનો માટે સંપત્તિના ભાગલા પાડી દીધા છે. આકાશ અંબાણીને જિયો, ઇશાને રિટેલ અને અનંતને ગ્રીન એનર્જીનો બિઝનેસ સોંપી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp