ભાજપમાં આંતરીક ખેંચતાણના એંધાણ, IFFCOની ચૂંટણીમાં જયેશ રાદડીયાનું પત્તું કપાશે?

PC: thetealmango.com

ભાજપમાં આંતરીક ખેંચતાણ થવાના એંધાણના સમાચાર સામે આવ્યા છે. વાત એમ બની છે કે ગુજરાતમાં લોકસભા 2024નું 7 મેના દિવસે મતદાન છે અને એના બે દિવસ પછી એટલે કે 9 મેના દિવસે

Indian Farmers Fertiliser Cooperative (IFFCO) ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં 2 સીટ છે અને ભાજપના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ર મેના દિવસે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે.

જાણવા મળેલી વિગત મુજબ 9 મેના દિવસે IFFCOની ચૂંટણી થવાની છે,જેમાં ભાજપે અમદાવાદ ગોતા વિસ્તારના બિપીન પટેલના નામનો મેન્ડેટ આપ્યો છે. ઉપરાંત IFFCOના હાલના ચેરમેન દિલીપ સંઘાણી અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યા છે. હવે આ ચૂંટણીમાં 2 સીટ છે અને ફોર્મ 3 ઉમેદવારો ભર્યા છે ત્યારે ભાજપમાં જ આતંરિક ખેંચતાણ થવાની ચર્ચા ચાલી રહી છે.

જાણકારોના કહેવા મુજબ જયેશ રાદડીયાના સાઇડ લાઇન કરવામાં આવી રહ્યા છે.

દિલીપ સંઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે IFFCOની ચૂંટણીમાં મેન્ડેટ હોતો નથી એટલે મેં ફોર્મ ભર્યું છે. ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં 2 સીટ હોય છે અને જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે.

જાણવા મળેલી વિગત મજુહ જયેશ રાદડીયા ચાલુ ટર્મમાં કે IFFCOમાં ડિરેક્ટર છે અને તેઓ બિનહરિફ ચૂંટાયા હતા. IFFCOની ગર્વનિંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલિગેટ્સ તેના મતદારો હોય છે. ભાજપ દ્રારા છેલ્લાં કેટલાંક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પક્ષના ધોરણે લડવામાં આવે છે અને હવે મેન્ડેટ આપવામાં આવે છે.સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથાથી સહકારી આગેવાનો નારાજ થયા હતા.

જયેશ રાદડીયા સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતા છે અને વિઠ્ઠલ રાદડીયાના પુત્ર છે. વિઠ્ઠલ રાદડીયા સૌરાષ્ટ્રમાં મોટા નેતા તરીકે ગણાતા હતા. જયેશ રાદડીયાની ગુજરાતના મંત્રી મંડળમાંથી બાદબાકી કરવામાં આવી હતી અને લોકસભા 2024ની ચૂંટણીમાં પણ તેમનું નામ ચાલતું હતું, પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી નહોતી. હવે 2મેના દિવસે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારે 3માંથી કોણ ફોર્મ પાછું ખેંચી લેશે તે ખબર પડશે.

સૌરાષ્ટ્રમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું હવે IFFCOમાંથી પણ ભાજપ જયેશ રાદડીયાનું પત્તું કાપી નાંખશે? રાદડીયાના ટિકિટ કપાશે તો નવાજૂની થશે એમ જાણકારોનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp