વરસાદમાં કેટલી સેફ છે ઈલેક્ટ્રિક કાર, જાણો સત્ય

PC: financialexpress.com

ઈલેક્ટ્રિક વાહનોએ છેલ્લાં કેટલાક વર્ષોમાં વેચાણના મામલામાં ઓટોમોબાઈલ સેક્ટરમાં ધીમે-ધીમે સ્પીડ પકડી છે. ઈલેક્ટ્રિક વાહન પ્રદર્શનના મામલામાં ભલે ICE એન્જિન કરતા વધુ ના હોય પરંતુ તેના કરતા કમ પણ નથી. આજે પણ ઈલેક્ટ્રિક એન્જિનને લઈને લોકોની વચ્ચે કેટલીક ભ્રમણાઓ છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ઈલેક્ટ્રિક વાહન યોગ્યરીતે ચાલશે કે નહીં, તે વાતને લઈને ચિંતા હોય છે. જો તમારા મનમાં પણ કંઈક આ જ પ્રકારના સવાલ હોય તો અમે ઈલેક્ટ્રિક વ્હિકલ વિશે કેટલીક વાતો જણાવી રહ્યા છીએ.

ઈલેક્ટ્રિક વાહનોમાં એક (ઈંગ્રીસ પ્રોટેક્શન) સિસ્ટમ એટલે કે સુરક્ષા પ્રણાલી હોય છે. ઈલેક્ટ્રિક વાહનમાં IP રેટિંગ વાહનના આધાર પર IP65 અથવા IP67 રેટિંગ હોઈ શકે છે. તે આંકડો વાહનોમાં બે તત્વ પાણી અને ધૂળ વિરુદ્ધ તેની સુરક્ષા કરે છે. આ પ્રકારના વધુ અંક વાહનની વધુ સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. હાલ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઓમાં IP67 રેટિંગ આવી રહ્યું છે. Tataની Nexon EV પણ IP67 રેટિંગવાળી બેટરી પેક સાથે આવે છે. સુરક્ષા માટે તે પૂરતું છે, કારણ કે IP67 રેટિંગ બેટરીઓનો ઉપયોગ ખાસ ઉપકરણ જેવા કે સબમરીન માટે થાય છે. IP67 રેટિંગ એ સુનિશ્ચિત કરે છે કે, તમે કોઈ વાહનને એક મીટર સુધીની ઉંડાઈમાં 30 મિનિટ માટે કોઈપણ લીકેજ વિના ડૂબાડી શકો છો. એવામાં પાણી ભરાય ત્યારે અથવા રેલ આવે ત્યારે વાહન આશરે 300 મીમીની ઉંડાઈમાં જવા પર પણ ટર્મિનલ, કનેક્ટર્સ અને વાહનની હાઈ વોલ્ટેજ ડિઝાઈનને નુકસાન નથી પહોંચતું. ઈલેક્ટ્રેક વાહનને પાણીમાં ચલાવવા પર પણ કોઈ ખામી નથી આવતી. બેટરી પેકમાં તમામ સિસ્ટમ અંદર પ્રોટેક્ટિવ કટઓફના ઘણા લેયર્સ આપવામાં આવે છે. તે લેયર્સ પાણી આવતા પહેલા જ સક્રિય થઈ જાય છે. તેમજ મેઈન બેટરી પેકમાં કારના અન્ય હિસ્સાઓથી પોતાને અલગ કરવાની ક્ષમતા હોય છે.

ચોમાસા દરમિયાન ઘણીવાર વીજળી પડવા જેવી ઘટનાઓ બનતી હોય છે. લોકોને એવો ડર રહે છે કે, ઈલેક્ટ્રિક વાહનો પર તેની અસર થઈ શકે છે. હકીકત એ છે કે, વીજળી જો વાહન પર પડે તો એવામાં તમે કારમાં સુરક્ષિત રહી શકો છો. જ્યારે વીજળી કાર પર પડે છે, ત્યારે તે તેની બહારની સપાટી પર પડે છે, જે મેટલની હોય છે. આમ, કારને દરેક ઋતુ પ્રમાણે તાપમાનની એક વિસ્તૃત શ્રૃંખલા માટે તૈયાર કરવામાં આવે છે.

આ ઉપરાંત, લોકોના મનમાં એવો ડર હોય છે કે, વરસાદની ઋતુમાં ઈલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવા ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે પાણી વીજળીનું સંચાલન કરે છે. જોકે, સત્ય એ છે કે, ઈલેક્ટ્રિક કાર ચાર્જર મૌસમરોધી હોય છે અને ખાસ કરીને કાર અને માણસ બંનેને વીજળીના ઝટકાથી બચાવવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. ઈલેક્ટ્રિક વાહનના ચાર્જરનું ઘણા સ્તર પર ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ ઈલેક્ટ્રિક કનેક્ટર્સની સાથે અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણોને વોટરપ્રૂફ બનાવવા જરૂરી છે.

ઈલેક્ટ્રિક કારોમાં અન્ય ફીચર્સ જેવા કે એસી અથવા લાઈટ્સ વગેરેના ઉપયોગથી ચાર્જિંગની ખપત વધુ નથી થતી. આ રીતે વરસાદની ઋતુમાં વિંડસ્ક્રીન વાઈપર, ડિફોગર અને હેડ અથવા ટેલ લેમ્પના ઉપયોગથી રેન્જ પર કોઈ અસર નથી પડતી. ઈલેક્ટ્રિક કારોને દરેક પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ટેસ્ટિંગની સાથે બનાવવામાં આવે છે, જે ICE એન્જિનની જેમ સક્ષમ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp