EDએ કોર્ટને કહ્યું કે, કેજરીવાલ જેલમાં મીઠી વસ્તુઓ વધારે ખાય છે કારણ કે...

PC: republicworld.com

દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. EDએ કોર્ટમાં દાવો કર્યો કે, મેડિકલ આધાર પર જામીન લેવા માટે અરવિંદ કેજરીવાલ જાણી જોઇને મીઠી વસ્તુઓ ખાય રહ્યા છે. EDએ કહ્યુ કે, કેજરીવાલને ટાઇપ-2 ડાયાબિટીઝ છે, છતા કેજરીવાલ જેલમાં આલુ-પુરી, કેરી, કેળા અને મિઠાઇ આરોગી રહ્યા છે. આ એક પ્રકારની મેડિકલ આધાર પર જામીન મેળવવાની રીત છે.

EDએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલને કોર્ટે ઘરનું ખાવાની છુટ આપેલી છે. દિલ્હીની રાઉઝ કોર્ટે કેજરીવાલને વકીલને કહ્યું કે, અમે જેલ પાસેથી રિપોર્ટ માંગીશું અને તમે અમને કેજરીવાલના ડાયટ પ્લાનનો રિપોર્ટ રજૂ કરજો. હવે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હીના શરાબ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરેલી છે અને કેજરીવાલ અત્યારે તિહાર જેલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp