મ્યાંમારમાં સૈન્યશાસનનો વિરોધ કરનારા પર પોલીસ ફાયરિંગ, 18ના મોત

PC: ndtv.com

મ્યાંમારમાં સત્તાપલટની વિરુદ્ધ આખા દેશમાં અલગ અલગ જગ્યાઓએ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. લોકો પર રવિવારે પોલીસે ફાયરિંગ પણ કર્યું છે. જેમાં 18 લોકોના મોત નીપજ્યા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યલયે પણ પ્રદર્શનકારીઓના માર્યા જવાની પુષ્ટિ કરતા પોલીસના આ પગલાંની ઘણી નિંદા અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બર્બર કાર્યવાહી રોકવા માટે કહ્યું હતું. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં સેના વિરુદ્ધ અવાજ ઉઠાવનારી મ્યાંમારના રાજદૂત ક્યાવ મો તુનને બર્ખાસ્ત કરી દેવામાં આવ્યા છે. તેણે વિશ્વ સમુદાય પાસેથી સૈન્ય શાસન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરીને લોકતાંત્રિક વ્યવસ્થાને તત્કાળ લાગૂ કરવાની અરજી કરી હતી.

જણાવી દઈએ કે તખ્તાપલટ અને દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ કરવા પછીથી મ્યાંમારમાં પ્રદર્શનોનો દોર ચાલી રહ્યો છે. નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં સૂની પાર્ટીએ ઘણા વધારે મતથી જીત મેળવી હતી. પરંતુ સેનાએ તેમાં ગોટાળો થયો હોવાનું જણાવીને આ પરિણામોનો સ્વીકાર કરવાથી ઈન્કાર કરી દીધો હતો. રવિવારે સૌથી મોટા શહેર યંગૂન સહિત દેશના અલગ અલગ હિસ્સામાં લોકતંત્ર સમર્થકોએ રસ્તા પર ઉતરીને આ સત્તાપલટનો વિરોધ કર્યો હતો.

ઘણી જગ્યાઓએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે સ્ટેન ગ્રેનેડ, ટીયર ગેસના ગોળા અને હવામાં ફાયરિંગ કર્યું હતું. જ્યારે આમ કરવા છત્તાં પ્રદર્શનકારીઓ ત્યાંથી હટ્યા નહીં તો પોલીસે છુપાઈને પ્રદર્શનકારીઓને પોતાના નિશાના બનાવ્યા હતા. મીડિયામાં ચાલી રહેલા કેટલાંક ફોટાઓમાં ઘાયલ થયેલા લોકોને તેમના સાથી ઉઠાવીને લઈ જતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં ફૂટપાથ પર લોહીના ધબ્બા દેખાઈ રહ્યા છે. યંગૂન સ્થિત ડૉક્ટરે નામ નહીં બતાવવાની શરત પર કહ્યું હોસ્પિટલ લાવ્યા બાદ એક વ્યક્તિનું મોત થયું હતું. તેની છાતીમાં ગોળી વાગી હતી.

તેની સાથે જ યંગૂનમાં જ ટીચરોના પ્રદર્શનને વિખેરવા માટે પોલીસે સ્ટેન ગ્રેનેડનો ઉપયોગ કર્યો, જેને લીધે એક મહિલા ટીચરને હ્રદય રોગનો હુમલો આવતા તેનું ત્યાં જ મોત થઈ ગયું હતું. યંગૂનમાં અન્ય એક વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં 3 લોકો માર્યા ગયા હતા જ્યારે મ્યાંમારની મીડિયાએ માંડલેમાં બે લોકોના માર્યા જવાની પુષ્ટિ કરી હતી અને સાથે ઘણા લોકો પણ ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp