ઓક્સિજન ન મળવાથી 6 લોકોના મોત બાદ આ દેશના સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપેલું

PC: thenationalnews.com

ભારતમાં કોરોના વાયરસની સ્થિતિએ સુનામીનું રૂપ લઇ લીધું અને દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને વેન્ટિલેટર પર મૂકી દીધી છે. જ્યારે દેશમાં ઓક્સિજન અને દવાઓની અછતને લઇ કેટલાય લોકોના મોત થઇ રહ્યા છે, ત્યારે સરકારનું એકમાત્ર ફોકસ માત્ર ચૂંટણી પ્રચારમાં છે. દેશ ક્યાં જઇને ઊભો છે તેની દેશના નેતાઓને કંઇ પડી નથી. તેઓ માત્ર એક ટ્વીટર દ્વારા કોરોનામાં માસ્ક પહેરવો જોઇએ અને ઘરમાં રહેવું જોઇએ તેની સલાહ આપતા રહે છે અને બીજી બાજુ ચૂંટણી પ્રચારમાં લાખોની ભીડ એકઠી કરે છે. વર્તમાનમાં ભારતની જે સ્થિતિ છે દયનીય છે. આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતના વડાપ્રધાનની કોરોના કામગીરીને લઇ ટીકા કરી રહી છે.

ખેર, એક તરફ જ્યાં ભારતમાં ઓક્સિજનની અછતને લઇ કેટલાય લોકોના મોત થયા છે. ત્યાં દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન કોરોના કાળમાં દેશના પ્રધાનમંત્રીની પ્રશંસામાંથી જ ઊંચા નથી આવી રહ્યા. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાની તેમને કશી પડી જ નથી. એ તેમના નિવેદનો પરથી જાણી શકાય છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે, ભારત 2020ની તુલનામાં 2021માં કોરોનાને હરાવવા માટે વધુ અનુભવની સાથે માનસિક અને ભૌતિક રૂપે સારી રીતે તૈયાર છે. દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા જ્યાં મરી પરવારી છે, ત્યારે દેશના સ્વાસ્થ્યમંત્રીનું આ નિવેદન શરમજનક છે. તેમણે ખરેખર રાજીનામું આપી દેવું જોઇએ, આવું દેશના વડાપ્રધાને તેમને કહેવું જોઇએ.

જ્યાં એક તરફ ભારતમાં ઓક્સિજનની અછતને લઇ દર્દીના મોતથી સ્વાસ્થ્ય મંત્રીને કંઇ પડી નથી. તો અન્ય એક દેશના સ્વાસ્થ્ય મંત્રીએ તો દેશમાં ઓક્સિજનની અછતને લઇ 6 લોકોના મોત બાદ રાજીનામુ આપી દીધું. તેમને આવું કરવા માટે જોર્ડન દેશના પ્રધાનમંત્રીએ કહ્યું હતું. બોલો, એકબાજુ ભારતમાં ઓક્સિજનને અછતને હજારો લોકો મરી રહ્યા છે ત્યાં ભારતના સ્વાસ્થ્ય મંત્રીનાં પેટનું પાણી પણ હલી રહ્યું નથી. તો બીજી બાજુ જોર્ડન દેશના સોલ્ટ શહેરમાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 6 વ્યક્તિના મોત થયા તો ત્યાંના સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામુ આપી દીધું.

જોર્ડનના પ્રધાનમંત્રી બશર-ઉલ-ખસાવનાએ અમ્માનથી 20 કિમી દૂર આવેલા સોલ્ટ શહેરની એક સરકારી હોસ્પિટલમાં થયેલી આ ઘટના પછી સ્વાસ્થ્ય મંત્રી નાદિર ઉબેજાતને રાજીનામુ આપવાનું કહ્યું હતું.

જોર્ડનના સરકારી મુખપત્ર અલ-રાઇ સમાચારપત્રએ આ વાતની પુષ્ટિ કરી કે સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામુ આપી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp