રૂ. 14500 કરોડ લૂંટીને ભાગી ગયેલો નીરવ મોદી કસાબવાળી બેરેકમાં રહેશે, આવી છે જેલ

PC: navodayatimes.in

પંજાબ નેશલન બેંક સાથે રૂપિયા 14500 કરોડનું ફ્રોડ કરીને વિદેશ ભાગી જનારા નિરવ મોદીને બ્રિટનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે મતલબ કે નિરવ મોદીને ભારત લાવવાનો રસ્તો મોકળો થયો છે.કોર્ટના જજ સેમ્યુઅલ ગૂજીએ કહ્યું કે  નિરવ મોદી વિરુધ્ધ પુરતા પુરાવા છે. નિરવ મોદીને ભારત લાવ્યા પછી મુંબઇની આર્થર રોડ જેલની બેરેક નંબર 12માં રાખવામાં આવશે. હાઇ સિકયરિટી સાથેની આ સેલ હોય છે.મુંબઇમાં 26 નવેમ્બર 2088માં થયેલા આંતકી હુમલાનો આરોપી અજમલ કસાબને પણ આર્થર જેલમાં રાખવામાં આવ્યો હતો, ત્યારથી આ જેલમાં હાઇ સિકયુરિટીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 નિરવ મોદીને જે જેલમાં રાખવામાં આવશે તેનો ઇતિહાસપણ જાણવા જેવો છે.  283 એકરમાં પથરાયેલી અને લગભગ 800 કેદીઓની ક્ષમતા ધરાવતી આર્થર જેલને 1926માં અંગ્રેજોએ બનાવી હતી. સર જર્યાજ આર્થરના નામ પરથી જેલનું નામ સર જર્યોજ આર્થરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેઓ 1842થી 1846 સુધી મુંબઇના ગર્વનર રહ્યા હતા. આમ તો 1994માં જેલનું નામ બદલીને મુંબઇ સેન્ટ્રલ પ્રિઝન કરી દેવાયું હતું, પણ આજે પણ લોકો આર્થર જેલના નામે જ ઓળખે છે.

મહારાષ્ટ્રના જેલ વિભાગે 2019માં લંડનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં બેરેક નંબર-12ની માહિતી આપી હતી અને કોર્ટને બેરેકનો વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો તે પછી કોર્ટે નિરવ મોદીને ભારત મોકલવાની મંજૂરી આપી હતી. બેરેકમાં મેડીકલ સુવિધા અને પુરતી સિકયુરટી રાખવામાં આવી છે.

ભલે 14500 કરોડનું ફ્રોડ કર્યું હોય, પણ નિરવને જેલમાં પંખા, લાઇટ, પોતાના કપડાં રાખવાના કબાટ જેવી અનેક સુવિધા આપવામાં આવશે. નિરવને મચ્છરન કરડે તેના માટે દર સપ્તાહે સેલમાં જવા છાંટવામાં આવશે. નીરવ મોદીને જે બેરેક નંબર-12માં રખાશે, તે 20 ફૂટ લાંબી અને 15 ફૂટ પહોળી છે. અહીં પંખો અને લાઈટો પણ હશે અને વેન્ટિલેશનની પણ વ્યવસ્થા રહેશે. તેને પોતાનો સામાન અને કપડા રાખવા માટે કબાટ, પર્સનલ ટોઇલેટની સુવિધા પણ મળશે. આ ઉપરાંત ત્યાં મચ્છર ન રહે એ માટે દર સપ્તાહે દવા છાંટવામાં આવશે.

કોર્ટે તો નિરવના પ્રત્યાપર્ણને મંજૂરી આપી દીધી છે, પણ તે કયારે ભારત આવી શકશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે તે હાઇકોર્ટેમાં અપીલ કરી શકશે.વેસ્ટ મિનિસ્ટર કોર્ટે બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતી પટેલને નિરવ મોદીના પ્રત્યાર્પણની ભલામણ મોકલી આપી છે, તેમને નિર્ણય લેવા માટે બે મહિનાનો સમય લાગશે. જો કે ભારત સરકારે ઝડપી પ્રોસેસ કરવાની બ્રિટનને વિનંતી કરી છે.

નિરવ મોદી 1 જાન્યુઆરી 2018ના દિવસે ભારત છોડીને ભાગી ગયો હતો. 29 જાન્યુઆરી 2018માં પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડનો મામલો સામે આવ્યો. 5 ફેબ્રુઆરી 2018ના દિવસે સીબીઆઇએ નિરવ મોદી, તેના ભાઇ વિશાલ, પત્ની અમી અને મામા મેહુલ ચોકસી સામે એફઆઇઆર નોંધાવી હતી.. 29 જૂન 2018માં ઇન્ટરપોલે નિરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરી હતી.19 માર્ચ 2019ના દિવસે બ્રિટન પોલીસે નિરવ મોદીની ધરપકડ કરી હતી અને 25 ફેબ્રુઆરી 2021ના દિવસે વેસ્ટ મિન્સ્ટર કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી.

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલો કરવા આવેલા 10 આતંકીઓમાંથી 9ને ઠાર કરાયા હતા. એકમાત્ર આતંકી અજમલ કસાબ જીવતો પકડાયો હતો.કસાબને આર્થર રોડ જેલમાં રખાયો હતો. તેના આવ્યા પછી જેલમાં હાઈ સિક્યુરિટીની વ્યવસ્થા કરાઈ હતી. ITBPના જવાનો ચોવીસ કલાક તેની સુરક્ષામાં રહેતા હતા. કસાબને 21 નવેમ્બર 2012ના રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી અપાઈ હતી. 23 નવેમ્બર, 2012ના રોજ એ સમયના ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહે સંસદમાં જણાવ્યું હતું કે ચાર વર્ષમાં કસાબ પર મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારે મળીને 31.40 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp