ક્યારે ખતમ થશે કોરોના વાયરસ, WHOએ જુઓ શું કહ્યું

PC: ddnews.gov.in

કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈને અનેક રાજ્યની સરકાર એકાએક ચિંતામાં પડી ગઈ છે. આ મુદ્દે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. WHOએ કહ્યું કે, આપણે એ વાતની આશાએ બેઠા હતા કે, વર્ષ 2021ના અંત સુધીમાં કોરોના ખતમ થઈ જશે. પણ આ અવાસ્તવિક છે. ભારત સહિત દુનિયાના અનેક દેશમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા છે.

રીપોર્ટ અનુસાર WHOના ઈમરજન્સી વિભાગના ડાયરેક્ટર ડૉ.માયકલ રયાને કહ્યું કે, મારા ખ્યાલથી આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસ ખતમ થવા વિશે વિચારવું થોડું અવાસ્તવિક છે. પણ મારૂં એવું માનવું છે કે, જો આપણે સતર્કતાથી કામ લઈશુ તો હોસ્પિટલમાં એડમીટ થઈ રહેલા દર્દીઓની સંખ્યા, મહામારી સંબંધીત અવસાન તથા અન્ય મુશ્કેલીઓને ખતમ કરી શકાય છે. WHOના મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની વૈશ્વિક રસીની યોજના કોવૈક્સનું ધ્યેય વર્ષ 2021 ના અંત સુધીમાં મહામારીના આ તબક્કાને ખતમ કરવાનો છે. આપણા દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14000થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે 98 લોકોનાં મોત નીપજ્યા છે.

કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 કરોડ 11 લાખ સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 1,57346 લોકોનું મોત થયું છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા હવે વધીને 170126 થઈ છે. ભારતમાં રસીકરણ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. માર્ચ મહિનામાં ચાલી રહેલા તબક્કામાં દેશના વૃદ્ધો તથા નેતાઓને રસી આપવામાં આવી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ રસી લઈ લીધી છે. માર્ચ મહિનાના આ તબક્કામાં જે વૃદ્ધોને ગંભીર બીમારી છે એમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એમને પહેલા રસી આપવામાં આવશે. કોરોના વોરિયર્સ બાદ વૃદ્ધોને રસી આપવામાં આવતા સંક્રમણ પર ધીમે ધીમે કાબુ મેળવવા પ્રયત્નો થઈ રહ્યા છે. ખાસ કરીને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં એકાએક કેસની સંખ્યા વધતા નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. મહાનગર પૂણેમાં તા.14 માર્ચ સુધી સ્કૂલ-કૉલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. પૂણે, મુંબઈ અને થાણેમાં સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે કેસ કેરળનાા જિલ્લાઓમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે, કોરોનાનું સંકટ ફરી મહાનગરમાં વધી રહ્યું છે. દરેક નાગરિકે એલર્ટ રહેવાની જરૂર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp