હવામાં 6 ફૂટથી પણ વધુ દૂર જઇ શકે છે કોરોના વાયરસઃ USની નવી ગાઇડલાઇન્સમાં ઉલ્લેખ

PC: indianexpress.com

કોરોનાના બદલાતા રૂપની વચ્ચે અમેરિકામાં વાયરસને લઇ નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્સન(CDC)એ વાયરસના પ્રસાર અંગે નવી જાણકારી આપી છે. નવી ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ હવામાં 6 ફૂટથી પણ વધારે દૂર સુધી જઇ શકે છે. વાયરસનું જોમ સંક્રામક સ્ત્રોતથી 3 કે 6 ફૂટની અંદર સૌથી વધારે હોય છે. તેની ખૂબ જ નાની બૂંદ અને કણ આનાથી પણ વધારે દૂર સુધી જઇ શકે છે.

એવામાં માની શકાય કે, જો કોઇ વ્યક્તિ સંક્રમિત વ્યક્તિથી 6 ફૂટ દૂર છે, તો પણ હવામાં મોજૂદ વાયરસથી તે સંક્રમિત થઇ શકે છે. હાલમાં જ મેડિકલ જનરલ લૈંસેટે પણ હવામાં વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી.

જ્યારે શ્વાસ છોડવામાં આવે છે તો તેની સાથે જ તરલ પદાર્થ પણ( આરામથી શ્વાસ લેવો, બોલવું, ગાવું, કસરત, ખાંસી, છીંકવું) બૂંદના રૂપમાં બહાર આવે છે. 1-9 બૂંદો વાયરસને ટ્રાંસમિટ કરીને સંક્રમણ ફેલાવે છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે નાનામાં નાની બૂંદો અને એરોસોલ કણ ત્યારે બને છે જ્યારે આ નાની બૂંદો ઝડપથી સૂકાઇ છે.

આ બૂંદો એટલી નાની હોય છે કે હવામાં મિનિટોથી કલાકો સુધી વ્યાપ્ત રહી શકે છે. સંક્રમણનો ખતરો સોર્સથી વધતા અંતર અને શ્વાસ છોડ્યા પછી વધતા સમયની સાથે ઓછો થતો જાય છે. સંક્રમણના સોર્સથી જો તમે 6 ફૂટના અંતરે શ્વાસ લઇ રહ્યા છો તો સંક્રમિત થવાનો ખતરો ઓછો રહે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા એપ્રિલમાં લૈંસેટ પત્રિકામાં છપાયેલી સ્ટડી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હવા દ્વારા કોરોના ફેલાય છે તે વાતને સાબિત કરવાના મજબૂત પુરાવા છે કે કોરોના મહામારી માટે જવાબદાર સાર્સ-કોવ-2 વાયરસ મુખ્ય રીતે હવાના માધ્યમે ફેલાય છે. બ્રિટેન, અમેરિકા અને કેનેડાના 6 વિશેષજ્ઞોના આ આંકલનમાં કહેવામાં આવ્યું કે બીમારીના ઉપચાર સંબંધી પગલા એટલા માટે વિફળ થઇ રહ્યા છે કારણ કે વાયરસ મોટેભાગે હવાથી ફેલાઇ રહ્યો છે.

અમેરિકા સ્થિત કોલરાડો બાઉલ્ડેર યુનિવર્સિટીના જોસ લુઇ જિમેનજે કહ્યું કે વાયરસના હવા દ્વારા ફેલાવાના મજબૂત પુરાવા છે. WHO અને અન્ય સ્વાસ્થ્ય એજન્સીઓ માટે આ જરૂરી છે કે તેઓ વાયરસના પ્રસારના વૈજ્ઞાનિક પુરાવાને સ્વીકાર કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp