આશ્ચર્ય થશે તમને, ભારતે અમેરિકા પાસે રૂ. 15 લાખ કરોડ લેવાના નીકળે છે!

PC: cnbc.com

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા પર બે દશકથી દેવું ઝડપથી વધી રહ્યું છે. ખાસ વાત એ છે કે ભારતનું પણ તેના પર 29 ટ્રિલિયન ડોલર (ભારતીય ચલણ અનુસાર 15 લાખ કરોડ રૂપિયા)નું દેવું લેવાનું છે. અમેરિકાના માથે કુલ 29 ટ્રિલિયન ડોનરનું દેવું ચડેલું છે. એક અમેરિકી સાંસદે સરકારને વધતાં દેવાના ભારને લઈને ચેતવણી આપી છે. ચીન અને જાપાનનું અમેરિકા પર સૌથી વધારે દેવું છે. વર્ષ 2020મા અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું 23.4 ટ્રિલિયન ડોલર હતું.

તેનો આશય એ થયો કે પ્રત્યેક અમેરિકી પર 72,309 ડોલર (53 લાખ રૂપિયાથી વધારે)નું દેવું છે. અમેરિકી સંસાદ એલેક્સ મૂનીએ કહ્યું કે, અમારું દેવું વધીને 29 ટ્રિલિયન સુધી પહોંચી જઇ રહ્યું છે. તેનો મતલબ છે કે દરેક વ્યક્તિ પર દેવાનો ભાર હજુ વધી રહ્યો છે. ચીન અને જાપાન અમારા સૌથી વધારે લોનદાતા છે, પરંતુ વાસ્તવમાં અમારા મિત્ર નથી. અમેરિકી પ્રતિનિધિ સભામાં જો બાઈડેન સરકારના નજીક બે ટ્રિલિયન ડોલરના પ્રોત્સાહન પેકેજનો વિરોધ કરતાં વેસ્ટ વર્જિનિયાનું પ્રતિનિધિત્વ કરનારા સાંસદ મૂનીએ કહ્યું હતું કે, ચીન સાથે વૈશ્વિક સ્તર પર અમારી પ્રતિસ્પર્ધા છે. તેની ઉપર ખૂબ દેવું ચડી ગયું છે.

સાંસદ મૂનીએ કહ્યું કે ચીન અને જાપાનનો અમારા પર એક ટ્રિલિયન ડોલરથી વધારાનું દેવું છે. આ દેશ જે અમને લોન આપી રહ્યા છે, અમારે તેમની લોન ચૂકવવાની પણ છે. જરૂરી નથી કે આ દેશોને અમારા શ્રેષ્ઠ હિતોનું ધ્યાન હોય, જેમની બાબતે અમે એમ નથી કહી શકતા કે તેઓ દિલમાં અમારા હિતનુ ખ્યાલ રાખે છે. તેમણે કહ્યું કે બ્રાઝિલને અમારે 258 અરબ ડોલર આપવાના છે. ભારતનું અમારા પર 216 અરબ ડોલર બાકી લેણું છે. અમારા વિદેશી લોનદાતાની આ લિસ્ટ લાંબી છે. વર્ષ 2000મા અમેરિકા પર 5.6 ટ્રિલિયન ડોલરનું દેવું હતું જે ઓબામાના સમયે બેગણું થઈ ગયું.  

મૂનીએ કહ્યું કે ઓબામાના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન અમે પોતાના ઉપર દેવાનો ભાર બેગણો કરી લીધો. હવે અમે તેને વધુ વધારવા જઇ રહ્યા છીએ. દેવું અને બધા ઘરેલુ ઉત્પાદન (GDP)નો અનુપાત નિયંત્રણ બહાર થઈ ગયો છે. અમે દરેક વ્યક્તિના હિસાબે દર વર્ષે 10 હજાર ડોલરની લોન વિદેશમાંથી લઈ રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp