એલન મસ્કના એક હાસ્યથી dogecoinમાં 28 ટકાનું ગાબડું પડી ગયું

PC: twitter.com

તાજેતરમાં ભારે ઉછાળાને કારણે ચર્ચામાં આવેલા ક્રિપ્ટો કરન્સી dogecoinમાં રોકાણકારોને હવે મોટો ઝટકો લાગ્યો છે. માત્ર ગણતરીના કલાકોમાં જ આ ક્રિપ્ટો કરન્સીનો  ભાવ 28 ટકા ગબડી ગયો હતો. વિશ્વના સૌથી ધનાઢય અલન મસ્કે કોમેડી શો સેટરડે નાઇટ લાઇવ (SNL) કાર્યક્રમમાં આ ક્રિપ્ટો કરન્સીને લઇને વાત કરી એટલે ભાવમાં મોટો કડાકો બોલી ગયો હોવાનું માનવામાં આવે છે.

તાજેતરમાં dogecoinમાં આવેલા મોટા ઉછાળાને કારણે બધા અચરજમાં મુકાઇ ગયા હતા. વર્ષની શરૂઆતમાં 0.4 સેન્ટશી શરૂઆત કરનાર આ ક્રિપ્ટો કરન્સીનો ભાવ 8 મેના દિવસે 73 સેંટ થઇ ગયો હતો. આ રીતે જોઇએ ચો માત્ર 4 મહિનામાં જ dogecoinમાં રોકાણ કરનારને 18000 ટકા નફો મળ્યો. મોટો ઉછાળો આવવાને કારણે જાણકારો આ ક્રિપ્ટોને બબલ હોવાનું માનતા હતા. એલન મસ્ક દ્રારા SNLમાં dogecoinનો ઉલ્લેખ અને સંભવિત ફાયદાને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ જંગી ખરીદી કરી હતી. જો કે તેનો ભાવ ટકી શક્યો નહી. શો ખતમ થયો તે પહેલા dogecoinનો ભાવ 65 સેન્ટ હતો જે શો પુરો થતા સુધીમાં 28 ટકા તુટીને 46 સેન્ટ પર આવી ગયો હતો.

એલન મસ્ક દુનિયાની સૌથી પ્રચલિત ક્રિપ્ટો કરન્સી બિટકોઇનની સાથે dogecoinનું પણ જાહેરમાં સમર્થન કરતા રહ્યા છે. મસ્કની ટવિટને કારણે ઘણી વખત આ ક્રિપ્ટો કરન્સીમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ વખતે પણ સેટરડે નાઇટ લાઇવમાં રોકાણકારોને સમર્થન વાળા નિવેદનની અપેક્ષા હતી. મસ્કની માતાએ શોમાં કહ્યું કે અલન મસ્ક મધર્સ ડે  ગિફટ લઇને ઉત્સાહીત છુ અને આશા રાખું છે કે એ dogecoin  નહીં હોય. મસ્કે જવાબ આપતા કહ્યું કે હા એ dogecoin જ છે.

શો દરમ્યાન dogecoin વિશે પુછવામાં આવતા મસ્કે ભવિષ્યનું કરન્સી બતાવ્યું હતું. આ જવાબમાં શોના હોસ્ટ માઇકલ ચી એ સવાલ કર્યો હતો કે તો શું આ એ હસલ ( સંઘર્ષ) છે. મસ્કે આનો જવાબ હા માં આપ્યો અને હસવા માંડયા હતા. મસ્કે હસલ માટે હા ભણી એટલી વાતમાં તો ક્રિપ્ટો કરન્સી  dogecoinના ભાવમાં કડાકો બોલી ગયો હતો.

આ શોમાં આવતા પહેલાં મસ્કે ટવિટ કર્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાં ભવિષ્ય દેખાઇ છે., પરંતું મહેરબાની કરીને ધ્યાન રાખીને રોકાણ કરજો. અહીંથી જ આ ક્રિપ્ટો કરન્સીમાં ઘટાડાની શરૂઆત થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp