બાળકો કોરોનાની ત્રીજી વેવમાં બની શકે છે ટાર્ગેટ, અત્યારથી રાખો આ સાવધાની

PC: campaignforchildren.org

કોવિડ-19ની બીજી લહેર ચાલી રહી છે તે સમયે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાની ત્રીજી લહેર આવવા અંગે પણ જાહેરાત કરી દેવામાં આવી છે. હજુ બીજી વેવમાં લોકોની પરેશાની ઓછી થઈ નથી તેવામાં ત્રીજી લહેરની આહટે સૌને વધારે ડરાવી દીધા છે. ખાસ કરીને એ વાતે કે આ લહેરમાં બાળકો પણ ટાર્ગેટ બની શકે છે. આ માટે અમુક રાજ્ય સરકારોએ તેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેવામાં માતાપિતા પૂછે છે કે કંઈ રીતે અમે અમારા બાળકને કોરોના સંક્રમિત થતો બચાવી શકીએ. તો ચાલો જોઈ લઈએ તે અંગે એક્સપર્ટ્સ શું કહે છે.

એકલા મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 0 થી 10 વર્ષ સુધીના 145930 બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અહીં દર દિવસે 300 થી 500 બાળકો કોરના સંક્રમિત થઈ રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં 11 થી 20 વર્ષના 329709 જેટલા બાળકો અને યુવાનોને કોરોના સંક્રમણ થયો છે. તેવામાં બાળકો માટેની ચિંતા લોકોમાં પહેલા કરતા વધી ગયેલી જોવા મળે છે.

ગોરખપુરના પૂર્વાચલ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલના નવજતા શિશુ તથા બાળરોગ વિશેષજ્ઞ ડૉ. પ્રમોદ નાયક કહે છે કે જે રીતે કોરોનાની પહેલી લહેરમાં સૌથી વધુ શિકાર વૃદ્ધો તથા તેવા લોકો બન્યા હતા જેઓ પહેલેથી જ કેટલીક બીમારી સામે લડી રહ્યા હતા, તેના પછી બીજી લહેરમાં યુવાનો વધારે શિકાર બની રહ્યા છે, તેવામાં ત્રીજી લહેરમાં વાયરોલોજીસ્ટ તથા વિશેષજ્ઞોનું માનવું છે કે તેમાં વધારે સંખ્યામાં બાળકો તેવો શિકાર બની શકે તેમ છે.

ડૉ. પ્રમોદે કહ્યું છે કે હાલમાં બાળકોને કોરોનાથી બચવા માટે કોઈ વેક્સીનનો પ્લાન નથી અને ન તો તેમના માટે કોઈ ખાસ દવાઓ છે. તો સૌથી જરૂરી તેમનો બચાવ કરવાનો છે. સાથે જ તમે તેમની ઈમ્યુનિટીને વધારે બુસ્ટ કરી શકો છો. આ માટે તમે છ મહિનાથી ઉપરના બાળકો માટે કેટલાંક સપ્લીમેન્ટનો કોર્સ પણ કરી શકો છો. ડૉકટરના કહેવા પ્રમાણે બાળકોને તમે નક્કી કરેલા પ્રમાણમાં સપ્લીમેન્ટ્સ આપી શકો છો. તેમાં 15 દિવસ માટે ઝીંક, એક મહિના માટે મલ્ટી વિટામીન અને એક મહિના માટે કેલ્શિયમનો કોર્સ કરી શકો છો.

આ બધી વસ્તુઓ ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે. પંરતુ વિટામિન માટે પ્રાકૃતિક તત્વો પર પણ ડિપેન્ડ રહેવું જોઈએ. તે સિવાય તમે બાળકો પાસે કોવિડ પ્રોટોકોલ ફોલો કરાવવા જોઈએ. ઘરમાં કોઈને લક્ષણો હોય કે નહીં પરંતુ તેમ છત્તાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા માટે કહેવું જોઈએ. તે સિવાય બાળકોમાં શરદી અથવા પેટના દુખાવાથી બચાવવા જોઈએ કારણ કે તેનાથી તેમની ઈમ્યુનિટી ઘટી જાય છે. બાળકોને ઠંડા પીણા અને તળેલું ખાવાનું નહીં આપવું જોઈએ.

તેમનામાં જો કોવિડના કોઈ પણ લક્ષણ દેખાય તો તેને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. જો બાળકોમાં ડાયેરિયા, શરદી, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ તથા થાક જેવા લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બાળકોની કોવિડની તપાસ પણ જરૂરથી કરાવવી જોઈએ. આ સિવાય બહારથી આવનારા લોકોના સંપર્કમાં બાળકોને ઓછા આવવા દેવા જોઈએ. બાળકોને ભીડવાળી જગ્યાઓએ ન લઈ જવા જોઈએ. ઘરમાં કોઈ બીમાર છે તો બાળકોને માસ્ક પહેરાવી રાખવા જોઈએ. તે સિવાય બાળકોને બહાર રમવા મોકલવા ન જોઈએ અને તેમને પ્રેરણા મળે તેવું વાતાવરણ ઘરમાં રાખવું જોઈએ.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp