સાજા થયા બાદ કેમ બાળકોને આંસૂ નિકળે છે, જાણો પોસ્ટ કોવિડના લક્ષણો

PC: toiimg.com

દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે. જોકે, કોરોના વાયરસની બીજી લહેરે બાળકોને પણ પોતાના સકંજામાં લીધા છે. એવામાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હાલમાં જ એક શોધ થઇ છે જેમાં એ વાત સામે આવી કે કોરોનાથી સાજા થયા પછી પણ બાળકોમાં લાંબા સમય સુધી તેના લક્ષણ જોવામાં આવી રહ્યા છે, સાથે જ તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો નથી, જેને કારણે બાળકો પરેશાન છે. જાણો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોસ્ટ કોવિડના લક્ષણો કેવા હોય છે.

વધુ થાક

શોધ અનુસાર, કોરોનાથી રિકવર થયા પછી પણ બાળકોને વધારે થાક લાગે છે. સાંધામાં દુઃખાવા સહિત હાથ-પગ, માથું અને સાંથળમાં દુઃખાવાના કારણે બાળકો પરેશાન છે. એવા ઘણાં કેસો સામે આવ્યા છે જેમાં બાળકોને આ થાક 5 મહિનાથી પણ વધારે સમય સુધી જોવા મળ્યો છે.

અનિંદ્રા

કોરોના વાયરસથી સાજા થયા પછી પણ બાળકો ઊંઘ ન આવવાના કારણે પરેશાન છે. 2 વર્ષથી 16 વર્ષ સુધીના બાળકોને આ સમસ્યા સૌથી વધારે પ્રભાવિત કરી રહી છે. જેના કારણે બાળકોની બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શોધમાં એ વાત સામે આવી કે કોરોનાથી પીડિત 7 ટકાથી વધુ બાળકોને ઊંઘથી જોડાયેલી સમસ્યા રહે છે. આ ઉપરાંત બાળકોમાં કોરોના વાયરસને લઇ ડર અને આઇસોલેટ થવાની ચિંતાના કારણે પણ ઊંઘ ન આવવાની સમસ્યા પેદા થઇ રહી છે. ઊંઘ પૂરી ન થવાના કારણે બાળકોની આંખોમાંથી આંસૂ નિકળવાના કેસો સામે આવ્યા છે.

પેટની સમસ્યા

કોરોનાથી સાજા થયા પછી બાળકોમાં ગેસ્ટોઈંટેસ્ટાઇનલ લક્ષણ પણ જોવા મળી રહ્યા છે. પાચનતંત્રમાં તકલીફની સાથે તણાવ અને એંગ્ઝાઇટીના કારણે પેટ દુઃખાવાની સમસ્યાથી બાળકો ઝઝૂમી રહ્યા છે.

મૂડ સ્વિંગ્સ

લાંબા સમય સુધી કોરોનાગ્રસ્ત અને આઇસોલેટ થવાના કારણે બાળકો ચિડીયા બની જાય છે. 10 ટકા બાળકોની યાદશક્તિને પણ કોરોનાએ પ્રભાવિત કરી છે, સાથે જ તેમને ધ્યાન લગાવવામાં પણ સમસ્યા સામે આવી રહી છે. એવામાં આ લક્ષણોને ધ્યાનમાં લેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp