NSEમાં સાંજે 5 કલાક સુધી ટ્રેડિંગ કરી શકાશે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ રિપોર્ટ માગ્યો

PC: NSE

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ટેક્નિકલ ખામીને કારણે સવારથી ટ્રેડિંગ બંધ હતું, જેને કારણે ભારે ઓહાપોહ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર NSEને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ભારે વિરોધ બાદ 3.30 કલાકે ટ્રેડિંગ શરૂ કરી દેવામાં આવી હતી અને આજે 5 વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકાશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. NSE તરફથી હજુ સુધી શું થયું હતું ખરેખર તે અંગે વિસ્તૃતિ માહિતી આવી નથી. રિપોર્ટ મુજબ નાણાં મંત્રાલયે આ મામલે રિપોર્ટ માગ્યો છે. હવે સરકારને SEBI તરફથી રિપોર્ટ આપવામાં આવશે, કારણ કે NSEને SEBI રેગ્યુલેટ કરે છે.

ટ્રેડિંગ રોકાઈ જવાને કારણે ઇન્વેસ્ટર ચિંતામાં આવી ગયા હતા. કારણ કે આવતીકાલે મહિનાનો છેલ્લો ગુરુવાર છે અને એક્સપાયરી છે. એક્સપાઇરીના એક દિવસ પહેલા મોટા પ્રમાણમાં ખરીદ-વેચાણ થાય છે.

દેશના અગ્રણી શેરબજાર ગણાતા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના લાઇવ ડેટા અપડેટમાં બુધવારે મુશ્કેલી ઉભી થતા સ્ટોક બ્રોકર્સ અને રોકાણકારોની મુશ્કેલી વધી ગઈ હતી અને આ વાતની ભારે હોહા મચી ગઇ હતી. સોશિયલ મીડિયા પર રિટેલ ટ્રેડર અને બ્રોકરેજ હાઉસ સતત ફરિયાદ કરી રહ્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ જેટલો ફાયદાકારક છે એટલો જ કોઇક વાર નુકશાનદાયક પણ બની શકે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના લાઇવ ડેટામાં મુશ્કેલી ઉભી થતા એક યૂઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે NSE ઘણી વખત આવા પ્રકારની સમસ્યા ઉભી થાય તેના નિકાકરણ માટે મોક ટ્રેડીંગ સેશનનું આયોજન કરતી રહે છે, આમ છતા આવી ગરબડ સામે આવે છે.

જાણવા મળેલી માહિતી મુજબ બધા બ્રોકરેજ હાઉસને NSE તરફથી મળતા ઇંન્ડેકસ પ્રાઇસ ફીડ અપડેશનમાં મુશ્કેલી આવી રહી છે. આ મુશ્કેલી શેના કારણે ઉભી થઇ છે તે અત્યારે જાણવા મળ્યું નથી. રિટેલ ટ્રેડર સતત અપડેટ થતા પ્રાઇસ ફીડ પર નજર રાખતા રહે છે. આ રિટેલ ટ્રેડર્સ સોશિયલ મીડિયા પર પોતાનો ઉભરો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફરિયાદમાં કહેવામાં આવી રહ્યું છે કે NSEના લાઇવ ડેટા અપડેટ નથી થઇ રહ્યા. નિફટી 50, નિફટી બેંક સાથે સંકળાયેલા લાઇવ ડેટા મેળવવામાં પરેશાની ઉભી થઇ રહી છે. રિટેલ ટ્રેડર્સ અને બ્રોકરેજ સતત NSEનો સંપર્ક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp