આ 9 કંપનીઓના શેરમાં રોકાણકારોને લાગ્યો 1.33 લાખ કરોડનો ફટકો

PC: economictimes.indiatimes.com

ગયા શુક્રવારે પુરા થયેલા સપ્તાહમાં દેશની મુખ્ય 10 કંપનીઓમાંથી 10 કંપનીઓમાં રોકાણકારોના 1.33 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતુ. મોટાભાગના સેન્સેકસ આધારિત શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારે મોટો ફટકો પડયો છે.

ગયા સપ્તાહામાં માત્ર icici  બેંકના શેરમાં જ તેજી જોવા મળી જેના કારણે બેંકનું માર્કેટ કેપ વધ્યું, બેંકનું માર્કેટ કેપ 2.41 લાખ કરોડથી વધીને 3.94 લાખ કરોડ પર પહોંચી ગયું છે.

તો બીજી તરફ એફએમસી દિગ્ગજ હિંદુસ્તાન યૂનિલીવરનું માર્કેટ કેપ 34 914.58 કરોડ તુટીને 5 લાખ 42 હજાર 292 કરોડ રૂપિયા પર આવી ગયું. ટાટા કન્સલટન્સીનું માર્કેટ કેપ પણ 30 હજાર887 કરોડ રૂપિયા તુટીને 11 લાખ 50 હજાર 331 રૂપિયા પર આવી ગયું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 18, 764.75 કરોડ ગબડીને 12 લાખ 7 હજાર 283 કરોડ થઇ ગયું. એચડીએફસીનું માર્કેટ કેપ 13, 755.09 કરોડ તુટીને 4 લાખ 50 હજાર 499. 54 કરોડ રૂપિયા પર આવી ગયું.

ભારતીય એરટેલ કંપનીનું માર્કેટ કેપ 10, 270.09 કરોડ રૂપિયા ઘટીને 2 લાખ 86 હજાર 601.44 કરોડ થઇ ગયું  હતું. એચડીએફસી બેકના માર્કેટ કેપમાં 7,800.58 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો અને બેંકનું માર્કેટ કેપ 7 લાખ 79 હજાર 671.98 કરોડ રૂપિયા  થઇ ગયું હતું. તો કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપ 5,995.06 કરોડ રૂપિયા ઘટીને 3 લાખ 43 હજાર 907.94 કરોડ થઇ ગયું છે. સ્ટેટ બેંકનું માર્કેટ 3.078.99 કરોડ ઘટીને 3 લાખ 268.06 કરોડ થઇ ગયું છે.

માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટી કંપની તરીકે સેન્સેકસમાં સામેલ છે જયારે બીજા નંબર પર ટાટ કન્સલટન્સી સર્વિસીઝ (ટીસીએસ) અને ત્રીજા નંબરે એચડીએફસી બેંક અને ચોથા અને પાંચમાં ક્રમે અનુક્રમે ઇન્ફોસીસ અને હિંદુસ્તાન યૂનિલીવર આવે છે.જયારે છઠ્ઠા સ્થાને એચડીએફસી અને સાતમા નંબરે  icici બેંકનો નંબર આવે છે. આઠમા નંબરે કોટક મહિન્દ્રા બેંક, નવમા નંબરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને 10માં નંબરે ભારતીય એરટેલ આવે છે. બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (બીએસઇ)ના બીએસઇ સેન્સેકસમાં 30 શેરોનો સમાવેશ છે જેની વધઘટ પર સેન્સેકસ પર અસર પડતી હોય છે. બીએસઇ સેન્સેકસ શુક્વારે 953 પોઇન્ટ ઘટીને 47878 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp