શેરબજારમાં 7 કંપનીઓના 1 લાખ કરોડ ધોવાયા, જો કે એક આશાનું કિરણ પણ

PC: indiatimes.com

શુક્રવારે સ્થાનિક શેરબરજારમાં ભારે વેચવાલીને કારણે દલાલ સ્ટ્રીટના મુખ્ય ઇન્ડેકસ ઉંધા માથે પટકાયા હતા. બજારમાં નિકળેલી વેચવાલીને કારણે 7 કંપનીઓના રોકાણકારોના ખિસ્સાના રૂપિયા 1 લાખ કરોડ ધોવાઇ ગયા હતા. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેર 23,551 કરોડ ઘટીને 13.36 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જયારે દિગગ્જ આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ)નું માર્કેટ કેપ 15,610 કરોડ ઘટીને 10.91 લાખ કરોડ પર પહોંચી ગયુંછે.

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકનું માર્કેટ કેપ 31,521 કરોડ ઘટીને 8.53 લાખ કરોડ પર પહોંચી ગયું છે. આઇટી જાયન્ટ કંપની ઇન્ફોસીસનું માર્કેટ કેપ 5452.65 કરોડ ઘટીને 5. 3 લાખ સુધી નીચે ઉતરી ગયું છે.

શુક્રવારે બપોરે 12,-45 વાગ્યા સુધીમાં બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (BSE)નો સેન્સેકસમાં 1850 પોઇન્ટનું મોટું ગાબડું પડી ગયું હતું.સેન્સેકસ 3.6 ટકા ઘીટેન 49,191 પોઇન્ટ પર પહોંચ્યો હતો. શેરબજારમાં આટલો મોટો કડાકો બોલી ગયો તેનું કારણ એવું માનવામાં આવે છે કે અમેરિકી બોન્ડ યીલ્ડમાં 1.16 ટકાનો ઉછાળો જોવા મળતા આખી દુનિયામાં ગભરાટ ફેલાયો હતો અને વૈશ્વિક શેરબજારોમાં ધૂમ વેચવાલી નિકળી હતી.

હિંદુસ્તાન યૂનિલીવરના રોકાણકારોને 493 કરોડનો ઝટકો લાગ્યો હતો., જયારે એચડીએફસી અને ICICI બેંકના રોકાણકારોના ક્રમશ 17,415 કરોડ અને 16,140 તુટયા હતા.એફએમસીજી જાયન્ટ આઇટીસીનું માર્કેટ કેપ 7313.87 કરોડથી ગબડીને 2, 38, 469.29 કરોડ પર પહોંચી ગયું છે.

આ બધા વચ્ચે રોકાણકારો માટે સારા સમાચાર એ છે કે રેલટેલનો શેર શુક્રવારે લિસ્ટીંગ થયો હતો જેમાં ખરાબ બજારમાં પણ 20 ટકાની  ઉપલી સર્કીટ લાગી છે.નવા વર્ષની શરૂઆતથી શેરબજારનો તેજીનો આખલો કાબુમાં રહ્યો નહોતા અને શેરબજાર દરરોજ નવી ઉચાઇઓએ પહોંચી રહ્યું હતું. શેરબજારે બીજી વખતે ઐતિહાસિક 50000ની સપાટી બે વખત પાર કરી હતી.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ભારતીય શેરબજારમાં કમાણી દેખાતા તેમની અવિરત ખરીદીને કારણે શેરબજાર આસમાની છલાંગો લાગવતું રહ્યું હતું, પણ શુક્રવારે દુનિયાભરના શેરબજારોમાં વેચવાલી નિકળતા ઇન્ડેકસ તુટયો એટલે ભારતીય શેરબજારમાં પણ ઇન્ડેકસ ઉંચા મથાળેથી ગબડયો અને  લગભગ 1850 પોઇન્ટ નીચે ઉતરી ગયો. શેરબજારમાં કડાકો બોલી જવાને કારણે રોકાણકારોના 1 લાખ  કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp