સોફ્ટવેર પછી હવે રમકડાંના બિઝનેસમાં ઉતર્યા અઝીમ પ્રેમજી, આ કંપનીના ખરીદ્યા શેર

PC: m.economictimes.indiatimes.com

વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીની પ્રેમજી ઈન્વેસ્ટે પર્સનલ શેર રોકાણ કંપની ઈડીવી પાર્ટનર્સની સાથે મળીને બેંગ્લોરની રમકડાં બનાવતી કંપની માઈક્રો પ્લાસ્ટીકના મોટાભાગના શેર ખરીદી લીધા છે. પ્રેમજી ઈન્વેસ્ટ વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીના પૈસાનું રોકાણ કરે છે. આ શેરની ખરીદી કેટલા રૂપિયાની થઈ છે તેની જાણકારી મળી નથી. માઈક્રો પ્લાસ્ટીક હાસ્બ્રો અને મેટલ જેવી બ્રાન્ડ માટે રમકડાં બનાવે છે. એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે, અઝીમ પ્રેમજી ઈન્વેસ્ટ અને એડીવી પાર્ટનર્સે મળીને આ રમકડાં કંપનીના મોટોભાગના શેરોની હિસ્સેદારી ખરીદી લીધી છે. માઈક્રો પ્લાસ્ટીકના બેંગ્લુરુ અને આસપાસમાં પાંચ કારખાના છે. તેના સંસ્થાપક અને પ્રબંધ નિર્દેશક વિજેન્દ્ર બાબુ કંપનીમાં કેટલાક ટકાની ભાગીદારી બનાવી રાખશે અને કંપનીના કારોબારનો વિસ્તાર કરવામાં મદદ કરશે. એડીવીના સહ-સંસ્થાપક અને પ્રબંધ ભાગીદાર સુરેશ પ્રભાલાએ કહ્યું છે કે, માઈક્રો પ્લાસ્ટીક્સ માટે માર્કેટમાં ઘણી બધી તક છે. કંપની આગળ જઈને સ્વાસ્થ્ય-શુશ્રુષા અને ખેલના સામાનનો પણ કારોબાર કરી શકે છે.

પર્સનલ શેર રોકાણ કંપની બ્લેક સ્ટોને સોમવારે બેંગ્લુરુ સ્થિત આઈટી સેવા કંપની એમ્ફેસિસ લિમિટેડમાં 26 ટકાની ભાગીદારી મેળવવા માટે 8262 કરોડ રૂપિયાની ઓફર કરી છે. કંપનીએ ક્લાઉડ કોમ્પ્યુટીંગ માટે માંગમાં વૃદ્ધિની વચ્ચે આઉટસોર્સિંગ સેવામાં પોતાની ભાગીદારી વધારવા માટે આ ઓફર કરી છે. બ્લેક સ્ટોને 2016માં આ કંપનીમાં હેવલેટ પેકર્ડ એન્ટરપ્રાઈઝથી 60.5 ટકા ભાગ ખરીદવા માટે 430 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. કંપની વધારાના ભાવની ખરીદી 1452 રૂપિયાથી 1497 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કરશે.

બ્લેક સ્ટોને એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, આ ઓફર કિંમત એક વર્ષની સરેરાશના મુકાબલે 12-16 ટકા વધારે છે અને છ મહિનાની સરેરાશના મુકાબલે 3-6 ટકા ઓછી હશે અને આ ખરીદ યોજના પર 15200 કરોડ રૂપિયાથી 21000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવી શકે છે. સ્ટેટમેન્ટ પ્રમાણે બ્લેક સ્ટોન સિવાય અબુ ધાબી રોકાણ પ્રાધિકરણની માલિકીમાં આવતી સહાયક કંપની, યુસી ઈન્વેસ્ટમેન્ટ્સ અને અન્ય રોકાણો પણ રોકાણ કરશે. માર્ચ 2021 ત્રિમાસકની સ્થિતિ પ્રમાણે બ્લેક સ્ટોન દ્વારા પ્રબંધિત કોર્ષ માર્બલ 2 પીટીઈ લિ. ની એમ્ફેસિસમાં 56.03 ટકાની ભાગીદારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp