INDvsENG: ચોથી ટેસ્ટ મેચમાં આ ટીમ સાથે મેદાનમાં ઊતરી શકે છે ઈન્ડિયા

PC: timesofindia

ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ તા.4 માર્ચના રોજ અમદાવાદના નવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. પ્રથમ ટેસ્ટમાં 227 રનથી પરાસ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર કમબેક કર્યું છે. બીજી ટેસ્ટ મેચમાં 317 રનથી ઈગ્લેન્ડને પરાસ્ત કર્યું હતું.

જ્યારે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમેચમાં 10 વિકેટથી મેચ જીતી લીધી હતી. હવે ચોથી અને અંતિમ ટેસ્ટમેચમાં ભારતીય ક્રિકેટ ટીમની નજર સીરિઝ જીતવા પર રહેશે. જે માટે આ ખેલાડીઓને મેદાને ઊતારવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે. બેટ્સમેનમાં શુભમન ગીલ અને રોહિત શર્મા ફરી એકવખત શરૂઆત કરી શકે છે. રોહિત શર્માએ આ સીરિઝમાં ધમાકેદાર બેટિંગ કરી છે. તેણે બીજી ટેસ્ટ મેચમાં 161 રન બનાવ્યા હતા. જ્યારે અમદાવાદની મુશ્કેલીથી ભરેલી પીચ પર તેણે 50 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટુરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્ફોમન્સ દેખાડતા શુભમન ગીલ આ પછી થોડો શાંત પડ્યો છે. ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે 50 રન બનાવ્યા હતા. પણ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં ખાસ કોઈ પર્ફોમન્સ જોવા મળ્યું નથી. ત્રીજા અને ચોથા નંબરની વાત કરીએ તો ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીને નક્કી માનવામાં આવે છે. ગીલની જેમ પૂજારા પણ આક્રમક રમવાને બદલે શાંત રહ્યો હતો. પણ હવે ચોથી મેચમાં તે શાનદાર પર્ફોમ કરવા માગે છે. જ્યારે વિરાટ કોહલી સદી ફટકારે એવી આશા છે. અગાઉ તેણે અમદાવાદના મેદાનમાં 27 રન બનાવ્યા હતા. છેલ્લે 2019માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં તેણે સદી ફટકારી હતી.

પાંચમા સ્થાને અજિંક્ય રહાણેએ પણ દમદાર પર્ફોમન્સ આપ્યું છે. આ વખતેની સીરિઝમાં તેણે 50 રન ફટકાર્યા હતા. બીજી ટેસ્ટમેચમાં રોહિત શર્મા સાથે પાર્ટનરશીપ કરી હતી. જેમાં રહાણે એ 67 રનનું યોગદાન આપ્યું હતું. એવી આશા રાખવામાં આવે છે કે, છેલ્લી ટેસ્ટમાં તે લાંબી ઈનિગ્સ રમશે. બીજી તરફ પંત માટે પણ આ સીરિઝ મહત્ત્વની છે. એનું વિકેટકિપિંગ પણ સારૂ રહ્યું છે. ફરી એકવખત પંત વિકેટની પાછળથી મોટું કામ કરી શકે છે.

છઠ્ઠા ક્રમે બેટિંગ કરીને તે ભારતને મજબુત સ્થિતિમાં પહોંચાડી શકે છે. બોલિંગની જવાબદારી અશ્વિન અને અક્ષર પટેલ પર વિશેષ રહેશે. બંને ખેલાડી માટે આ સીરિઝ યાદગાર રહી છે. અક્ષર પટેલે કુલ 18 વિકેટ લીધી છે જ્યારે અશ્વિને બેટિંગ પણ દમદાર કરી છે. બીજી ટેસ્ટ મેચને જીત સુધી લઈ જવામાં તેણે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. હોમ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી. આ વખતે વોશિંગટન સુંદર અને કુલદીપ યાદવ વચ્ચે ટક્કર છે. સુંદરને આ સીરિઝમાં વધું કોઈ રમવાનો ચાન્સ મળ્યો નથી. પહેલા અને ત્રીજા મેચમાં તે રમ્યો છે. જ્યારે કુલદીપ યાદવને માત્ર એક જ મેચ રમવાનો મોકો મળ્યો છે. તેણે પણ સારી બોલિંગ કરી છે. ત્રીજી ટેસ્ટમાં એના સ્થાને સુંદરને ચાન્સ આપવામાં આવ્યો હતો. અંતિમ ટેસ્ટમાં તે પરત ફરી શકે છે.

અત્યાર સુધીમાં 100 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ઈશાંત શર્મા ફરી એક વખત મેદાને ઊતરેશે. ઈશાંત માટે પણ આ સીરિઝ સારી રહી છે. શરૂઆતમાં તેણે ટીમને મોટી સફળતા અપાવી હતી. કોહલીને એના તરફથી આશા હશે એ નક્કી માનવામાં આવે છે. ઉમેશ યાદવ અને સિરાજ વચ્ચે પણ ટક્કર છે. ઉમેશ યાદવને પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે છે. અનુભવની દ્રષ્ટિએ તે સિરાજ કરતા આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp