ચેતન સાકરિયા બાદ પીયુષ ચાવલાના પિતાનું કોરોનાથી નિધન

PC: images.news18.com

ભારતીય ટીમના લેગ સ્પીનર પીયુષ ચાવલાના પિતા પ્રમોદકુમારનું સોમવારે સવારે કોરોનાથી નિધન થયું છે. પીયુષની IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આ અંગેની જાણકારી આપી હતી. એક ટ્વીટ કરીને મુંબઈ ઈન્ડિયન્સે આ સમાચારા આપ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે પીયુષ ચાવલાને આ વખતેની હરરાજીમાં રૂ.2.4 કરોડમાં ખરીદ્યો હતો. આ વખતે લીગ રદ્દ થતા પહેલા સાત મેચમાંથી એક પણ મેચમાં એને રમવાનો ચાન્સ મળ્યો ન હતો.

 

 
 
 
View this post on Instagram

A post shared by Piyush Chawla (@piyushchawla_official_)

છેલ્લા કેટલાક દિવસોથી પિતા પ્રમોદકુમાર કોરોનાથી સંક્રમીત થયા હતા. દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં એમની સારવાર ચાલી રહી હતી. પિતાના નિધન બાદ પીયુષે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, આજે એમના વગર લાઈફ પહેલા જેવી રહી નથી, આજે મારી તાકાતનો એક સ્તંભ ખરી પડ્યો.આ પહેલા રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર અને ગુજરાતના ભાવનગર શહેરના વતની ચેતન સાકરિયાના પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા હતા.

એમના પિતા પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના પીડિત થયા હતા. આ બનાવના થોડા સમય પહેલા સાકરિયાના ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. પાંચ જ મહિનામાં ચેતને વડીલ કહેવાતા અને સૌથી નજીકના વ્યક્તિઓની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ આ વખતે પીયુષના સ્થાને ખેલાડી રાહુલ ચાહરને ચાન્સ આપવામાં આવ્યો હતો. પીયુષ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ IPL ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. વર્ષ 2014માં IPL જીતનારી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં તે સામિલ હતો. જોકે, વર્ષ 2019માં IPL બાદ કોલકાતાની ટીમે એને મુક્ત કરી દીધો હતો. ત્યાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.

 

પિતાનું મૃત્યુ થતા ચાવલા પરિવારમાં માતમનો માહોલ છે. IPLમાં પીયુષ ચાવલાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, આ મુશ્કેલીના સમયમાં અમે આપના પરિવાર સાથે છીએ. તમે મનથી મજબુત રહેશો. હાલ IPL ટુર્નામેન્ટ એક પછી એક ખેલાડી કોરોનાગ્રસ્ત થતા રદ્દ કરવામાં આવી છે. ટુર્નામેન્ટ રદ્દ થતા સૌ ખેલાડીઓ પોતાના ઘરે પરત ફર્યા છે. ચેતન સાકરિયા પણ ભાવનગર પરત ફર્યો હતો. ચેતને જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાંથી મળેલા પૈસાથી પિતાની સારવાર ચાલી રહી હતી. જોકે, હાલ પરિવારમાંથી કોઈ વડીન ન રહેતા એના મામા મુશ્કેલીના સમયમાં પારિવારિક હૂંફ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp