લગ્ન માટે જસપ્રીત બુમરાહે ક્રિકેટમાંથી બ્રેક લીધો, લગ્ન માટે આ બે નામ ચર્ચામાં

PC: cricketaddictor.gumlet.io

ઇંગ્લેન્ડ સામેની ઇન્ડિયાની ચોથી અને અંતિમ ટેસ્ટ મેંચમાંથી ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાનું નામ પરત લીધું છે. જસપ્રીત બુમરાહે અંગત કારણોસર ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. એવી પણ માહિતી મળી રહી છે કે, જસપ્રીત બુમરાહને T-20માંથી પણ આરામ આપવામાં આવ્યો છે અને વન-ડેની ચોથી સિરીઝમાં તે ન રમે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે, બુમરાહ આ મહિનામાં અને આગામી એક અઠવાડિયાના સમય લગ્ન કરી શકે છે અને તેના કારણે બુમરાહે ક્રિકેટ ફિલ્ડમાંથી બ્રેક લીધો છે. બુમરાહના લગ્નને લઇને એક એવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે કે, તે સ્પોર્ટ્સ એન્કર અથવા તો સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્ન કરી શકે છે.

બુમરાહ સાથે લગ્ન કરનાર યુવતી કોણ છે તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ બુમરાહે પરિવારની હાજરીમાં ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહનો પરિવાર હાલ મુંબઈમાં રહે છે. લગ્ન માટેની તારીખ પણ ગુપ્ત રાખવામાં આવી છે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કોરોનાની મહામારીના કારણે બુમરાહના લગ્ન માટે ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવી શકે છે અને મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાથી ગોવામાં લગ્ન રાખ્યા હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.

બુમરાહના લગ્ન માટે જે સાઉથ ઇન્ડિયા એકટ્રેસનું નામ ચાલી રહ્યું તે અનુપમા પરમેશ્વરનનું છે. અનુપમા ઘણી તેલુગુ અને મલિયાનમ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત થોડા સમય પહેલા જ જસપ્રીત બુમરાહના અનુપમા પરમેશ્વરન સાથે ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા.

એવું પણ જાણવા મળ્યું છે કે, અનુપમાએ તેના કામથી બ્રેક લીધો છે. આ વાત અનુપમાએ જ સોશિયલ મીડિયાના માધ્યમથી કહી હતી. તો બીજી તરફ ગત વર્ષે જસપ્રીત બુમરાહના સ્ટાર સ્પોર્ટ્સની પેઝેન્ટર સંજના ગણેશનની સાથે લિંક-અપ્સ થયું હોવાની વાતે પણ જોર પકડ્યું હતું. એટલે ઘણા ફેન્સ એવું પણ માની રહ્યા છે કે, બુમરાહ અને સંજના આગામી અઠવાડિયામાં પ્રભૂતામા પગલા ભરશે.



BCCIના એક અધિકારીનું કહેવું છે કે, જસપ્રીત બુમરાહને લગ્ન માટે વધારે સમય જોઈતો હતો. આ કારણે તેને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવાનું કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ IPL 2021માં જ ક્રિકેટ મેદાનમાં પરત ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp