શ્રીલંકામાં T20 અને વન-ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, કોહલી-રોહિત નહીં રમે

PC: sportskeeda.com

ભારતીય ટીમ જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. જ્યાં તેઓ T20 અને વનડે સીરિઝ રમશે. જોકે આ બંને સીરિઝમાં ઈંગ્લેન્ડના પ્રવાસ વિરુદ્ધ પસંદ કરવામાં આવેલા એક પણ ખેલાડીઓ નહીં હોય કારણ કે ભારતીય ટીમ જૂનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ સીરિઝની ફાઈનલ રમવા પછી ઈંગ્લેન્ડમાં જ રોકાશે અને ઓગષ્ટમાં ઈંગ્લેન્ડમાં આયોજિત 5 ટેસ્ટ મેચની સીરિઝ માટે તૈયારી કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે- અમે સીનિયર પુરુષ ટીમ માટે જુલાઈમાં વ્હાઈટ બોલની સીરિઝની યોજના તૈયાર કરી છે. ટીમ શ્રીલંકામાં વનડે અને T20 મેચ રમશે. વનડે અને T20 માટે અલગ ટીમ તૈયાર કરવામાં આવશે. તેમાં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહેલા ખેલાડીઓને સામેલ કરવામાં નહીં આવે. ભારતીય ટીમને 18 થી 22 જૂન સુધી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવાની છે. જ્યારે ઓગષ્ટમાં ઈંગ્લેન્ડની સાથે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ છે. તેવામાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં જ રોકાઈને સીરિઝની તૈયારી કરશે. ભારતીય ટીમનો ઈંગ્લેન્ડનો પ્રવાસ 14 સપ્ટેમ્બરે ખતમ થશે.

શ્રીલંકાના પ્રવાસનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટીમ ત્યાં 5 T20 અને 3 વન ડે મેચની સીરઝ રમી શકે છે. BCCI ઈચ્છે છે કે ઓક્ટોબરમાં થનારા T20 વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓને તૈયાર કરવામાં આવે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ ટેસ્ટ મેચ ભારતીય ટીમે રમવાની જ છે. તેવામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં સામેલ નહીં કરવામાં આવેલા વ્હાઈટ બોલના સ્પેશિયાલીસ્ટ શિખર ધવન, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહર જેવા ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા તૈયાર રહેશે.

BCCIના સૂત્રોના કહેવા પ્રમાણે શ્રીલંકાના પ્રવાસમાં T20 અને વનડે સીરિઝ માટે નવા યુવાન ખેલાડીઓને અજમાવી શકાય તેમ છે. કારણ કે ઈંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત હોવાને લીધે વિરાટ અને રોહિત શર્મા આ પ્રવાસમાં નહીં હોય. આથી BCCI T20 વર્લ્ડ કપ પહેલા યુવા ખેલાડીઓને તક આપી શકે છે. જેમાં રાહુલ તેવટિયા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. તેવટિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક પણ મેચ રમવા મળી નથી. તે સિવાય ચેતન સાકરિયાને પણ તક મળી શકે છે. જ્યારે આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર દેવદત્ત પેડિક્કલને પણ તક મળી શકે છે. મતલબ દેશના યુવા ખેલાડીઓ પાસે પોતાની સારું પ્રદર્શન કરી T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની સારી તક છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp