આકાશ ચોપરાએ જણાવ્યું કેમ હાર્દિક પંડ્યા લાંબા સમય સુધી ટેસ્ટ ટીમમાં નહીં દેખાય

PC: google.com

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી મહિને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. સિલેક્ટ ન થવાના કારણે હાર્દિક પંડ્યા લાઇમલાઇટમાં છે. હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું સીરિઝનો ભાગ હતો, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી નહોતી. હાર્દિક પંડ્યાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018મા ઇંગ્લેન્ડની ધરતી પર રમી હતી.

હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે સિલેકટ ન થતા ભારતીય પૂર્વ ઓપનર બેટ્સમેન આકાશ ચોપરાએ કહ્યું છે કે કદાચ આ ખલડી લાંબા સમય સુધી ટીમમાં ન દેખાય. આકાશ ચોપરાએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર કહ્યું કે હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે પસંદ ન કરવું યોગ્ય છે, પરંતુ તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ ન કરવાથી આ વાતનું અનુમાન લગાવી શકાય છે કે નજીકના ભવિષ્યમાં હાર્દિક પંડ્યા ક્રિકેટના સૌથી મોટી ફોર્મેટમાં લાંબા સમય સુધી ન દેખાય.

તમને જણાવી દઈએ કે ભારતની 20 સભ્યોની ટીમમાં અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર છે. તો ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર નીચેના ક્રમમાં ઉપયોગી બેટિંગ કરી લે છે. આકાશ ચોપરાએ આગળ કહ્યું કે અમે બધા વિચારી રહ્યા હતા કે હાર્દિક પંડ્યાનું નામ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે હશે. એમ એટલા માટે કેમ કે તે ક્યાંક ટેસ્ટ મેચ રમી શકે છે. તો તે જગ્યા ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા જ હોય શકે છે.

આ દેશોની પીચ પર તમે હાર્દિક પંડ્યાનું સારો ઉપયોગ કરી શકો છો. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે હાર્દિક પંડ્યા હાલમાં બોલિંગ કરવાની હાલતમાં નથી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેને ટીમમાં રાખવામાં આવ્યો હતો, જેથી તે બોલિંગ ભાર સંભાળવા માટે તૈયારી કરી શકે, પરંતુ એ પ્રયોગ ચાલ્યો નહીં, એટલે ટેસ્ટ ક્રિકેટ માટે તેના નામ પર વિચાર ન કરવામાં આવ્યો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બૂમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, (કે.એલ. રાહુલ અને ઋદ્ધિમાન સાહાને ફિટ થવા પર મળશે જગ્યા.)

સ્ટેન્ડબાય ખેલાડી: અભિમન્યૂ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજાન નાગવાસવાલા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp