ચોથી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીએ કર્યા આ લોકોના વખાણ

PC: twitter.com

ટીમ ઈન્ડિયા હાલમાં અમદાવાદમાં પોતાની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ માટે પસીનો બહાવી રહી છે. ટીમના અનુકુલન એક્સપર્ટ્સ નિક વેબ અને સોહમ દેસાઈ ખિલાડીઓની ફિટનેસ પર ઘણું કામ કરે છે. કેપ્ટન વિરાટ કોહલીએ પણ નિક વેબ અને સોહમ દેસાઈના વખાણ કર્યા છે. કોહલીએ સોશિયલ મીડિયા પર આ બંનેની સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની હાલની સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચથી રમાવાની છે.

કોહલીએ બંને સાથેનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે આ બંને જેમમાં ખિલાડીઓને અઘરી ટ્રેનિંગ કરાવડાવે છે, જેથી મેદાન પર ખિલાડીઓનું કામ સરળ બની રહે. સોહમ દેસાઈ ગુજરાતની રણજી ટીમની ફિટનેસ પર પણ કામ કરૂ ચૂક્યો છે. સોહમની ફિટનેસ ગજબની છે. તે જિમમાં ખિલાડીઓની સાથે પોતાની પર પણ એટલી જ મહેનત કરતો જોવા મળે છે. દેસાઈને સ્વીમિંગ અને ટ્રેકિંગનો ઘણો શોખ છે.

નિક વેબ ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમનો ટ્રેનર રહી ચૂક્યો છે. વેબ ન્યૂઝૂલેન્ડની પહેલી શ્રેણીની ટીમ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ અને સ્થાનિક રગ્બી ટીમની સાથે પણ કામ કરી ચૂક્યો છે. કેપ્ટન વિરાટ કોહલી., રોહિત શર્મા અને અજિંક્ય રહાણે જેવા ભારતના ટોપના ક્રિકેટરોએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા નેટ પ્રેક્ટિસમાં બરાબરનો પસીનો વહાવેલો જોવા મળે છે. ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી રમાવાની છે. બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેપ્ટન કોહલી સિવાય વાઈસ કેપ્ટન રહાણે અને સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે.

આ બંને ત્રણેય સીનિયર બેટ્સમેનોએ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઝડપી બોલર અને સ્પીનરો વિરુદ્ધ ડ્રાઈવ, પુલ અને ફ્લિકનો અભ્યાસ કર્યો હતો. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રોહિત અને કોહલીની સાથે વાત કરતા જોવા મળ્યા હતા જેના પછી બંને સીનિયર બેટ્સમેન એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ મેદાન પર ડે-નાઈટની ત્રીજી ટેસ્ટ મેચમાં 11 વિકેટ લેનાર અને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સ્પીનર અક્ષર પટેલને દુનિયાના કેટલાંક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો વિરુદ્ધ નેટ પર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ઝડપી બોલર મોહમ્મદ સિરાઝને પણ જીમ સેશન પછીનો ફોટો શેર કર્યો છે. જેમાં કેપ્ટન કોહલી અને હાર્દિક પંડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp