સુરત જિલ્લા વકીલોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

PC: Khabarchhe.com

સોલિસીટર યુનિટી ગ્રુપ દ્વારા વકીલોની એક્તા માટે ખાસ વકીલો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં મહિલા વકીલ પ્રીતી જોષીએ મહિલાઓની ટીમ પણ ઉતારી હતી. વકીલો એકબીજાનાં સંપર્કમાં આવે અને પ્રોત્સાહિત થાય તેવા શુભ આશયથી સોલિસીટર યુનિટી ગ્રુપના નેજા હેઠળ એડવોકેટ ચૈતન્ય પરમહંસ, અશ્વિન જોગડિયા, હર્ષદ પટેલ, અલ્પેશ પટેલ અને અભિષેહ શાહ મારફત 27મી ફ્રેબુઆરીએ ભાઠા-ભાટપોર ખાતે બાલાજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લોયર્સ પ્રીમિયર લીગ-2021નું ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.

આ ટુર્નામેન્ટમાં સુરતના વકીલોની 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વી.આર.ફાઇટર્સ ટીમે ફાઇનલમાં વિજય મેળવ્યો હતો. જ્યારે કોર્ટ માર્શલ ટીમ રનર્સ-અપ રહી હતી. મહિલા વકીલ ટીમમાંથી વકીલ પ્રીતી જોષીની ટીમ વિજેતા થઇ અને પ્રતિભા દેસાઇની ટીમ રનર્સ-અપ રહી હતી.

આ પ્રસંગે સુરત જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સિનિયર વકીલોને યાદ કરી ભૂતકાળને વાગોળ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનને બિરાદાવ્યું હતું. આ ઉપરાંત મહિલા વકીલના પ્રથમ પ્રયાસને બિરદાવી પ્રીતી જોષીને શરૂઆત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. જ્યારે સિનિયર વકીલ મનીષ દેસાઇએ હાજર વકીલ મિત્રોને નકારાત્મકથી દૂર રહેવા આહવાન કર્યું હતું.

આ વખતે પ્રથમ વખત મહિલા વકીલો માટે પણ ફ્રેન્ડલી મેચનું આયોજન કરાયું હતું. જેમાં મહિલા વકીલ પ્રીતી જોષીની ટીમ જેમાં ટીના પટેલ, એક્તા ટેલર, વૈશાલી પટેલ, વંદના દવે, સુમન સીંગ, બબીતા બુઢાણી, અંકીતા વસાવા, કીર્તન સાલવે, ધ્વની વિજેતા બન્યા હતા. જ્યારે મહિલા વકીલ પ્રતિભા દેસાઇની ટીમ રનર્સ-અપ રહી હતી. આ ટુર્નામેન્ટના આયોજનમાં સુરતના વકીલ મિત્રો અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સુરતના પ્રતિનિધિઓએ આર્થિક સહયોગ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp