12 વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીની 46 બેઠક પર જીત થઇ છે

PC: khabarchhe.com

સમગ્ર રિઝલ્ટની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ગુજરાત ટ્વીટર પર શેર કરવામાં આવેલી માહિતી મુજબ 11.45 કલાક સુધીમાં જિલ્લા પંચાયતની 6 બેઠક, તાલુકા પંચાયતની 18 બેઠક અને નગર પાલિકાની 22 સીટ પર જીત મેળવી લીધી છે. એટલે કે અત્યારસુધીમાં AAPએ 46 સીટો પર જીત મેળવી લીધી છે. સૌરાષ્ટ્રમાં એક ચોંકાવનારું પરિણામ જોવા મળ્યું હતું, જ્યાં અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાની પત્નીની હાર થઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવારે આ બેઠક પર કબજો કરીને પૂર્વ ધારાસભ્યની પત્નીને હરાવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં પણ એન્ટ્રી કરી લીધી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર કબજો કરી લીધો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાની ભાડેર તાલુકા પંચાયત અને જામનગર જિલ્લાની બેરજા તાલુકા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. રાજકોટની પડધરી તાલુકા પંચાયતની મોટા ખીજડિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર પાંભરનો વિજય થયો છે.

સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ મહિસાગર, સુરત જિલ્લાના કામરેજ અને સાબરકાંઠામાં જીત મેળવી છે. મહિસાગરના કારંટા તાલુકા પંચાયતમાં અરવિંદ પટેલની આમ આદમી પાર્ટી તરફથી જીત થઈ છે. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વીટર પર લખ્યું હતું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ગઢ ગણાતા કામરેજ તાલુકાના આંબોલી તાલુકાની બેઠક પર જીત મેળવી છે. આ ઉપરાંત સાબરકાંઠાની કાણોદર તાલુકા પંચાયત પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજયી બન્યા છે. આમ આદમી પાર્ટીના વલ્લભીપુર નગરપાલીકાના વોર્ડ નં:5ના ઉમેદવારની જીત થઈ, આ સિવાય મોરબી જિલ્લામાં તાલુકા પંચાયત ખરેડા સીટ આમ આદમીના ઉમેદવારની જીત છે.

રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની 8200 બેઠક માટેનું મતદાન થયું હતું. આજે રાજ્યમાં તમામ મત ગણતરી કેન્દ્રો પર મતદાનની ગણતરી શરૂ થઇ ગઈ છે. આજે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સાથે 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે, કોને મળશે સત્તા.

મત ગણતરી કેન્દ્રોની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલગ-અલગ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ પણ મત ગણતરી કેન્દ્રની બહાર એકઠા થઇ રહ્યા છે. ચૂંટણીમાં સરેરાશ 61.55% મતદાન નોંધાવ્યું હતું. નગરપાલિકાઓમાં 56.89%, તાલુકા પંચાયતમાં 64.32% અને જિલ્લા પંચાયતમાં 63.45% મતદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp