સુરતના પાંડેસરામાં અભયમે બાળલગ્ન અટકાવ્યા

PC: news18.com

સુરતના પાંડેસરા ખાતે એક મંદિરમાં 15 વર્ષીય કિશોરીના બાળલગ્ન થઈ રહ્યા હોવાનો 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને એક જાગૃત્ત વ્યક્તિએ જાણકારી આપી હતી. જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળ લગ્ન અટકાવ્યા હતા. કિશોરીના પરિવારજનોને સમજાવ્યું કે 15 વર્ષે બાળલગ્ન કરાવવા એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે.

લગ્નનો માહોલ જણાતો હોવા છતાં કિશોરીના પિતાએ બચાવ કરતાં કહ્યું કે, મારી દીકરીની ફક્ત સગાઈ વિધિ કરીએ છીએ, તે પુખ્ત વયની થશે ત્યારે લગ્ન કરીશુ. અભયમ ટીમે જણાવ્યું કે, ત્રણ વર્ષ બાદ લગ્ન કરવા હોય તો આટલી વહેલી સગાઈ કરવાની કયાં જરૂર છે? લગ્ન નિયત કરતા ઓછી ઉંમરમાં કરવા એ ગુનો છે અને કાયદામાં સજાની જોગવાઈ છે. આમ, અભયમની ટીમે બાળલગ્ન થતા અટકાવીને સામાજિક જવાબદારી નિભાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp