2222 Km પ્રતિ કલાકની સ્પીડ, દુનિયામાં સૌથી પહેલા જો બાઈડન પાસે હશે આ વિમાન

PC: luxurylaunches.com

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે કેલિફોર્નિયાનું એક સ્ટાર્ટ અપ અમેરિકાની એયરફોર્સની સાથે મળીને એક સુપરસોનિક પ્લેનનું નિર્માણ કરી રહ્યું છે, જેને એયરફોર્સ માટે ઉપયોગમાં લેવાશે. આ સ્ટાર્ટ અપનું નામ એક્ઝોસોનિક છે અને આ સ્ટાર્ટ અપે પોતાના લો બૂમ સુપરસોનિક જેટથી અમેરિકન મિલિટ્ર્રીને પ્રભાવિત કર્યું હતું.

હવે આ સ્ટાર્ટ અપને અમેરિકાના રાષ્ટ્રપતિ અને કાર્યકારી એયરલિફ્ટ નિદેશાલયથી એક કરાર મળ્યો છે. આ સુપરસોનિક પ્લેનની ઈનસાઇડ તસવીરો વાયરલ થઇ રહી છે. રિપોર્ટ અનુસાર, આ સુપરસોનિક જેટનો ઉપયોગ અમેરિકન કાર્યકારી શાખાના વિશિષ્ટ મહેમાનો માટે કરવામાં આવી શકે છે. આ ઉપરાંત આ વિમાનનો ઉપયોગ અમેરિકન પ્રેસિડેન્ડની અવર જવર માટે પણ થઇ શકે છે.

આ સ્ટાર્ટ અપ એયરક્રાફ્ટની ઈન્ટિરીયર ડિઝાઇનર સ્ટેફનીએ જણાવ્યું કે, અમે આ ટેક્નિક દ્વારા નવી ટેક્નોલોજી પ્લાન કરવા જઇ રહ્યા છે જે અત્યાર સુધીમાં કોઇ કર્મિશ્યલ કે બિઝનેસ પ્લેનમાં જોવા મળી નથી. 31 સીટર આ લગ્ઝરીયસ પ્લેનમાં લગ્ઝરી લેધર, કામ કરવા અને રેસ્ટ કરવા માટે પ્રાઈવેટ સ્યૂઈટ્સની પણ વ્યવસ્થા છે.

આમાંથી એક પ્રાઈવેટ રૂમમાં 3 યાત્રીઓનું એક મીટિંગ રૂમ, વીડિયો ટેલીકોન્ફરન્સ અને પ્રેસને એડ્રેસ કરવાની સુવિધા રહેશે. આ ઉપરાંત પ્રાઈવેટ રૂમમાં 8 પ્રવાસીઓ માટેની પણ વ્યવસ્થા છે. તો મેન કેબિનમાં 20 બિઝનેસ ક્લાસ સીટ્સ છે.

આ પ્લેનને મોર્ડન એરક્રાફ્ટ ડિઝાઇનની જેમ તૈયાર કરવામાં આવ્યું છે અને આ પ્લેનની સીટ પર પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઇસને હોલ્ડ કરવા માટે સ્પેસ રહેશે અને આ પારંપરિક સીટ બેક મોનીટરથી અલગ રહેશે.

આ પ્લેનમાં બૂમ સોફ્ટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પ્લેનના અવાજની સ્પીડથી બેગણી સ્પીડ એટલે કે લગભગ 2222 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ખૂબ ઓછા અવાજની સાથે ઉડી શકે છે. આ ટેક્નિક ભવિષ્યમાં મુસાફરી કરવાનું સૌથી ઉત્તમ સાધન બનવા જઇ રહ્યું છે. આ આપણું ભવિષ્ય છે. લો બૂમના કારણે મુસાફરો સુપરસોનિક સ્પીડ પર મુસાફરી કરી શકે છે અને કોઇ પણ રીતનું નોઇઝ પોલ્યુશન પણ આ પ્લેનથી ફેલાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp