10 મેના રોજ Isuzu લોન્ચ કરશે તેની આ 3 ગાડી, જાણી લો કિંમત

PC: ndtv.com

Isuzu Motors ભારતમાં પોતાની 2021 Isuzu D-Max V-Cross BS6 અને D-Max Gi-Lander પિકઅપ ટ્રકને લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપની આજકાલ આ બંને વાહનોને 10 મેના રોજ લોન્ચ કરી શકે છે. કંપનીએ તેની જાહેરાત પોતાન ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. આ સિવાય કંપની પોતાના BS6 કમ્પ્લાયન્ટવાળા MU-X એસયુવીની કિંમતની પણ જાહેરાત કરી શકે છે. પસંદગીના ડિલરશીપ પર V-Cross અને Hi-Landerનું પ્રી બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં ગ્રાહકો 50000 થી લઈને 100000 રૂપિયા સુધીની ટોકન જમા કરાવીને બુકિંગ નોંધાવી શકે છે.

 

જણાવી દઈએ કે 2021 Isuzu D-Max V-Crossના સ્પેશિફિકેશન પહેલેથી જ લીક થઈ ગયા છે. લીક રિપોર્ટ્સ પ્રમાણે તેમાં BS6 કમ્પ્લાયન્ટ વાળું 1.9 લિટર, 4-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 3600 rpm પર 160 bhpનો મેક્સિમમ પાવર અને 2000-2500 rpm પર 360 Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. તેનું એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ હશે. ગ્રાહકોને તેમાં 2-વ્હીલ ડ્રાઈવ અને 4-વ્હીલ ડ્રાઈવ બંનેનો ઓપ્શન મળશે.

તેમાં 7-ઈંચ ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 8 સ્પીકર્સ, ઓટો ક્રુઝર, રિયર પાર્કિંગ સેન્સર, એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, રિયર પાર્કિંગ કેમેરા, ફ્રન્ટ બકેટ સીટ્સ, ઈલેક્ટ્રીકલી એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ જેવા ઘણા એડવાન્સ ફીચર્સ મળશે. જ્યારે સુરક્ષા માટે તેમાં 6 એર બેગ્સ, એબીએસ સાથે ઈબીડી, બ્રેક ઓવરરાઈડ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ, હિલ ડિસન્ટ કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

 

2021 Isuzu D-Max V-Cross પિકઅપ SUVની ટોટલ ડિઝાઈન અને સ્ટાઈલમાં કોઈ બદલાવ કરવામાં આવ્યા નથી તેવું માનવામાં આવી રહ્યું છે. આ ટૂ-પીસ ક્રોમ ગ્રિલ, પ્રોજેક્ટર હેડલેમ્પ, એલ-આકારની LED DRL, ફોગ લાઈટ, સ્કફ પ્લેટ, કોન્ટ્રાસ્ટ કલર્ડ ORVM, 18 ઈંચના એલોય વ્હીલ, વર્ટિકલ સ્ટેક્ડ ટેલ લાઈટ્સ અને ઘણા બધા કોમન સપોર્ટ સાથે આવશે. Isuzu D-Max V-Cross BS6ની કિંમત ભારતમાં 18 લાખની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે Isuzu MU-X BS6ની કિંમત 29 લાખની આસપાસ હોવાનું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp