બોટાદનો આ યુવક કોરોના દર્દીને ફ્રીમાં આપે છે ઓક્સિજનની બોટલ

PC: news18.com

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો ખૂબ જ વધ્યા છે. કોરોનાની બીજી લહેર ગુજરાતના લોકો માટે ઘાતક સાબિત થઇ રહી છે. પોઝિટિવ કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે લોકો કોરોના સંક્રમણથી બચવા માટે અનેક ઘરગથ્થુ ઉપાય કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યની હોસ્પિટલોમાં બેડની અછત છે, આ ઉપરાંત ઓક્સિજન પણ દર્દીઓને માંડ-માંડ મળી રહ્યો છે.

ત્યારે આજે એક એવા યુવકની વાત કરવી છે તે યુવકે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. હાલ આ યુવક કોરોનાના દર્દીઓ માટે ફ્રીમાં ઓક્સિજનની બોટલોની વ્યવસ્થા કરી રહ્યો છે અને ગામના લોકો પણ આ યુવકના કામની પ્રશંસા કરી રહ્યા છે.

આ યુવક બોટાદ તાલુકામાં આવેલા લાઠીદડ ગામનો વતની છે અને તે એક પ્રાઇવેટ કંપની ચલાવે છે. આ યુવકનું નામ છે વિપુલ પટેલ અને તેને કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે ખુબ જ સરાહનીય કાર્ય કર્યુ છે. વિપુલ પટેલનો મિત્ર એક ઓક્સિજન પ્લાન્ટ ચલાવે છે અને આ ઓક્સિજન પ્લાન્ટની અંદર તે પ્રતિદિન 700થી 800 જેટલી ઓક્સિજનની બોટલો તૈયાર કરે છે. વિપુલ પટેલનો મિત્ર ઓક્સિજનની બોટલોને ઔદ્યોગિક વિસ્તારમાં સપ્લાય કરતો હતો પરંતુ કોરોનાની મહામારી વચ્ચે વિપુલ પટેલે તેના મિત્ર પાસેથી 500 જેટલી બોટલો પ્રતિદિન લાવવાનો આગ્રહ કર્યો.

તેને બોટાદના સમઢીયાળા પાસે તિરૂપતિ જીનમાં ઓક્સિજનનોની બોટલ લાવીને મૂકી દીધી. આ ઓક્સિજનની બોટલો લોકોને સરળતાથી મળી રહે તે માટે 10 લોકો સાથે મળીને એક આયોજન કર્યું અને આયોજન અનુસાર 24 કલાકમાં ગમે ત્યારે વ્યક્તિ સમઢીયાળા પાસે તિરૂપતિ જીનમાં આવીને ઓક્સિજનની બોટલ મેળવી શકે છે. વિપુલ પટેલ નામના યુવકના આ કામના કારણે દર્દીઓને જરૂરિયાતના સમયે પ્રાણવાયુ મળી રહે છે. કોઈ પણ નાત જાત કે, ધર્મ જોયા વગર વિપુલ લોકોની નિસ્વાર્થ મદદ કરે છે. 

વિપુલ પટેલની આ કામગીરી જોઈને અન્ય લોકો પણ તેની સાથે આ કામમાં જોડાઈ રહ્યા છે અને વિપુલ પટેલના સરાહનીય કામના કારણે ઘણા લોકોને જીવનદાન પણ મળ્યુ છે. એટલે વિપુલ પટેલ જાણે કોરોનાના દર્દીઓ માટે બોટાદમાં દેવદૂત બનીને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને લોકો પણ વિપુલ પટેલના આ કામની ખુબ સરાહના કરી રહ્યા છે.

સેવાકાર્ય કરતા ઉદ્યોગકાર વિપુલ પટેલે મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, બોટાદમાં લોકોને ઓક્સિજન બોટલ માટે તકલીફ પડી હતી. એટલે અલંગમાં મારા એક મિત્ર ભદ્રેશભાઈ કરીને છે તેમનો ઓક્સિજન પ્લાન્ટ છે. એટલે મેં તેમની સાથે વાતચીત કરીને તેમને કહ્યું હતું કે, તમે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઓક્સિજનની બોટલો આપો છો તેને બંધ કરીને અમને બોટાદને ઓક્સિજન બોટલ આપો કારણ કે, અહીંયા ઓક્સિજનની બોટલોની ખૂબ જ વધારે જરૂરિયાત છે. એટલે ભદ્રેશભાઈનો એટલો સપોર્ટ મળ્યો છે કે તેમને ઈન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજન બોટલ આપવાનું બંધ કરી બોટાદને 500 ઓક્સિજન આપી રહ્યા છે. અત્યારે આપણે પ્રતિદિન 150થી 200 લોકોને ઓક્સિજન ફ્રીમાં આપીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp