રાજકોટમાં પૈસા માટે વૃદ્ધ માતાને પુત્ર અને તેની પત્નીએ માર માર્યો

PC: freepik.com

માતા બાળકને જરા પર પીડા થયા તો તે રાત દિવસ એક કરીને બાળકનું દુઃખ દૂર કરવાના પ્રયાસ કરે છે. પેટે પાટા બાંધીને પણ માતા તેના બાળકને ભણાવી, ગણાવીને મોટો કરે છે. પણ જ્યારે બાળક મોટો થઇને પગભર થાય છે અને માતાને સાચવવાનો વારો આવે છે ત્યારે તે પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. વૃદ્ધવસ્થામાં કળયુગી પુત્રએ માતાને માર માર્યો હોવાના કિસ્સઓ સામે આવ્યા છે. ત્યારે આ પ્રકારનો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. માતાને પૈસા માટે પુત્ર અને પુત્રવધૂએ માર માર્યો હતો. તેથી ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસે વૃદ્ધાનું નિવેદન નોંધ્યું હતું.

રિપોર્ટ અનુસાર રાજકોટમાં જામનગર રોડ પર એકતા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં પુષ્પાબેન પરમાર નામના વૃદ્ધા તેના પુત્ર રાજુ અને પુત્રવધૂ મોહીની સાથે રહેતા હતા. પુષ્પાબેન એક સરકારી હોસ્પિટલમાં કામ કરતા હતા. ઉંમર થતા પુષ્પાબેન નિવૃત થયા હતા. તેથી તેમની પાસે ગ્રેચ્યુટીના પૈસા આવ્યા હતા. પુષ્પાબેને આ પૈસા પુત્ર રાજુને આપવાના બદલે દીકરીઓને સરખા ભાગે આપી દીધા હતા. માતાએ રાજુને એક પણ રૂપિયો ન હોવાના કારણે રાજુ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ રાજુ અને તેની પત્ની મોહીનીએ પુષ્પાબેન સાથે ઝઘડો કરીને ધક્કો મારીને જમીન પર પછાડી દીધા હતા. આ ઘટનામાં પુષ્પા પરમારને ઈજાઓ થવા પામી હતી. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સારવાર લઇ રહેલા પુષ્પાબેન પરમારનું નિવેદન લીધું હતું. વૃદ્ધાના નિવેદનના આધારે રાજકોટની ગાંધીગ્રામ પોલીસે રાજુ અને તેની પત્ની મોહિની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પૈસા અને પ્રોપર્ટીના કારણે પોતાના પણ પારકા થઇ જાય છે. ત્યારે થોડા દિવસો પહેલા આવો જ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો હતો. જેમાં દિલીપસિંહ નામના વૃદ્ધ વ્યક્તિએ દીકરા જયદીપસિંહ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતીં. આ ફરિયાદમાં પિતાએ પુત્ર પર વારસાઈના મકાનના પૈસા બાબતે ધામ ધમકીઓ આપતો હોવાનો અને માર મારતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેથી પીલીસે દિલીપસિંહની ફરિયાદના આધારે રાજદીપસિંહ સામે IPCની કલમ 323, 504 અને 135 અનુસાર ગુનો દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp